તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધોલેરા પાસેના કાદીપુર ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈકસવારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

ધોલેરા પાસે આવેલ કાદીપુર ગામના પાટિયા પાસે મોટરસાઈકલ અને ઇક્કો ફોરવ્હીલ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. ધોલેરા પાસે આવેલ કાદીપુર ગામના પાટિયા પાસે મોટરસાઈકલ અને ઇક્કો કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો.

આ અકસ્માતમાં મોટરસાઈકલ સવાર ધોલેરા તાલુકાના ખુણ ગામનો રાજુભાઈ ચાવડા ઉ.વર્ષ. 35 ને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ઇક્કો ચાલક ગાડી મૂકી નાશી છુટ્યો હતો. આ બનાવની જાણ ધોલેરા 108ને થતા એમ્બ્યુલન્સનાં ઇ.એમ.ટી. ઇમરાન પરમાર અને ડ્રાઈવર આદમભાઈ વોરા અને પોલીસ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...