અકસ્માત:ધંધુકા ધોલેરા રોડ ઉપર ત્રિપલ અકસ્માતમાં1નું મોત, 3 ઇજાગ્રસ્ત

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક, કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો

ધંધુકા ધોલેરા રોડ ઉપર ધંધુકાથી ચારેક કિલોમીટર દૂર મોટરસાઇકલ, છકડો અને ઇક્કો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ જ્યારે એક મહિલા અને બે પુરૂષને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધંધુકા ધોલેરા રોડર ધંધુકાથી ચાર કિલોમીટર દૂર તા. 12/6/22ના રોજ બપોરના 12.15 કલાકે મોટરસાઇકલ, ઇક્કો કાર અને છકડા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમા મોટરસાઇકલ સવાર સુરેશભાઇ ગોરાભાઇ વાઘેલા ગામ. ચંદરવા હાલ. સરખેજ અવદાવાદને ઉ.વ. 40ને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચેતનાબેન કિરીટભાઇ મેર ઉ.વ. 32 રહે. વાલીંડા, કિરીટભાઇ હરજીભાઇ મેર ઉ.વ.36 રહે.વાલીંડા, અને સંજયભાઇ ગિરધરભાઇ ગોહોલ ઉ.વ. 35 રહે. હડાળા હાલ અમદાવાદને ઇજાઓ પહોચતા ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

આ અકસ્માતની જાણ ધંધુકા 108 એમ્બ્યુલન્સને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા અને મૃતક સુરેશભાઇ વાઘેલાને પોર્ટમટમ માટે ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ચેતનાબેન કિરીટભાઇ મેરે ધંધુકા પોલીસ સ્ટેશનમા ઇક્કો ના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા હેડકોન્સ્ટેબલ નિકેતનકુમાર પટેલે વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં નિર્દોષ લોકોના જીવ જાય છે.

અન્ય સમાચારો પણ છે...