તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોહીબીશનનો ગુનો:બોડી ગામના બસસ્ટેન્ડ પાસેથી દારૂ સાથે 1 ઝબ્બે, 75 લિટર દેશી દારૂ જપ્ત કરાયો

બોટાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ તાલુકાના પાળીયાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે બોડી ગામના બસસ્ટેન્ડ પાસેથી 75 લીટર દેશી દારૂ સાથે એક આરોપીને રૂ. 16500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના પાળીયાદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માળસો બુધેશભાઇ જોગવા, કાંતિભાઇ દુમાદીયા તા. 3/2/21ના રોજ બપોરના 3.30 કલાકે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે બોડી ગમના બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવી 75 લીટર દારૂ સાથે જ્યરાજ શાંતુભાઇ ગીડા ઉ.વ.26 રહે. કાનીયાડ તા.બોટાદ વાળાને ઝડપી પાડ્યો હતો.

જ્યારે આ આરોપી સાથે રહેલ અન્ય એક યુવક ભોળા શામાભાઇ મકવાણા નાશી છુટ્યો હતો. પોલીસે આરોપી પાસેથી દેશી દારૂ 75 લિટર કિ.રૂ. 1500, મોટર સાઇકલ કિ.રૂ. 15000 મળી રૂ. 16500નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપી વિરૂધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદી ઘર કરી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ પણ બાતમીદારોના સહારે કામગીરી કરી રહી છે. બાતમી મળતા થોડાક લિટર દેશી દારૂ ઝડપી સંતોષ માની રહી છે. જોકે, દેશી દારૂ પકડવાના કેસમાં આરોપી ફરાર જ હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો