અકસ્માત:ધંધુકા-બગોદરા રોડ પરના અકસ્માતમાં 1 બાળકીનું મોત

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીરું કાપવા માટે ગયેલા 20 મજૂર ઇજાગ્રસ્ત

ધંધુકા બગોદરા હાઈવે પર હરિપુરા પાટીયા પાસે છોટા હાથી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા 16 વર્ષની શ્રમીક બાળકીનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય 20 જેટલા મજુરને નાની મોટી ઇજાઓ પહોચતા નજીકના ધંધુકામાં આર.એમ.એસ. હોસ્પિટલમા 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામા આવ્યા હતા.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા. 4 માર્ચે ધંધુકા બગોદરા હાઇવે પર આવેલા હરિપુરા ગામના પાટીયા પાસે છોટા હાથી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા છોટા હાથીમા સવાર ધોળી ભાલ ખાતે જીરૂ કાપવા માટે મજુરી કામે ગયેલા બાવળા તાલુકાના હઠીપુરા (માટકોલ) ગામના 20 મજુરને ઇજા પહોચી હતી. જ્યારે 16 વર્ષની 1 બાળકીનું સગુણાબેન હસમુખભાઈનું મોત નિપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...