તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોટાદમાંથી 2000ની 4 અને 500ની 3 નકલી નોટ સાથે 1 આરોપી ઝબ્બે

બોટાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોળકાના જવારજના યુવકે નોટો છાપી હોવાનું બહાર આવ્યું

બોટાદ પોલીસે તાજપર સર્કલ પાસે વોચ ગોઠવી એક આરોપીને ભારતીય ચલણની જાલીનોટ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી ધરી છે. બોટાદ ડી.વાય.એસ.પી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા, બોટાદ પો.સબ.ઈન્સ વાય.એ.દરવાડીયા, બોટાદ પો.સ્ટેના સર્વેલન્સ સ્કોડની ટીમાના માણસો અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા તથા ઋષીરાજસિંહ બાપાલાલસિંહ ગોહીલ, ભાવેશભાઈ મુકેશભાઈને ખાનગી રાહે ચોક્કસ હકિકત મળી જતી કે, બોટાદ ના સમઢીયાળા-01ગામમા રહેતો રાજુ ઉર્ફે જુગનુ તેના ગામ સમઢીયાળા-01થી બોટાદ તરફ આવવા માટે પોતાનુ એક્ટીવા લઇને નીકળ્યો છે.

જેની પાસે ભારતીય ચલણની બનાવટી ચણી નોટો છે, તેવી ચોક્કસ બાતમી હકીકતની જાણ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધાને કરતા બાતમી હકીકતના આધારે બોટાદ બોટાદ તાજપર સર્કલ પાસે વોચ ગોઠવી બાતમી વાળા ઇસમ આવતા તેને કોર્ડન કરી ઉભો રખાવી મજકુર ઇસમની જડતી કરતા પેન્ટના ખીસ્સામાથી એક પાકીટમાં ચેક કરતા ભારતીય ચલણની જાલીનોટ જેમા રૂ.2000ના દરની નોટો નંગ-4 મળી આવી હતી. જે તમામ નોટોમાં એક જ સીરીયલ નંબર, તથા રૂ.500ના દરની નોટો નંગ-3 જે તમામ નોટોમાં એક જ સીરીયલ નંબર હતો.

આરોપી રાજુ ઉર્ફે જુગનુ જગજીવનભાઇ ઠોળીયા પાસેથી રૂ.2000ના દરની જાલીનોટો- 4 તથા રૂ.500ના દરની જાલીનોટ- 3 મળી કુલ જાલીનોટ-7 કુલ રૂ.9500ની જાલીનોટ તથા એક્ટીવારૂ.15000 તથા મોબાઇલરૂ.500 તથા સાચી ભારતીય ચલણી નોટ રૂ.300 મળી , કુલ રૂ.25300ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીને આ ચલણી નોટો ક્યાથી લાવેલો તે બાબતે પુછતા તે તેના મીત્ર મનુ ઉર્ફે મનોજ કરમશીભાઇ સોલંકી (રહે-જવારજ ગામ તા.ધોળકા)એ આ ખોટી ચલણીનોટો છાપી હોય અને હુ તેની પાસેથી લાવેલાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો