તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:નવી ટર્મ માટે ચેરમેન- વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

ગઢડા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા માર્કેટયાર્ડમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
  • ખેડૂત માર્ગદર્શન શિબિર અને ખેડૂત ખાતેદારોના વારસદારોને 36 લાખના વિમા ચેકોનું વિતરણ કરાયું

ગઢડા(સ્વામિના) મુકામે તા. 5ના રોજ ચૂંટણી બાદ યાર્ડના ચેરમેન તથા વાઇસચેરમેનની વરણી માટે એચ. પી. પટેલ, જીલ્લા રજીસ્ટ્રાર ( રૂરલ ) અમદાવાદના અધ્યક્ષસ્થાને મિટીંગ યોજાઇ હતી. જેમાં ગઢડાયાર્ડની નવી ટર્મ માટે ચેરમેનપદે સુભાષભાઇ કિરીટભાઈ હુંબલ તથા વાઇસચેરમેનપદે રજનીકાંત રવજીભાઇ રાજપરાની બિનહરીફ વરણી થઇ હતી . આ ઉપરાંત ગઢડામાર્કેટયાર્ડના ગ્રુપ વિમા યોજના અંતર્ગત તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે ગુજરનારા ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ. 36 લાખના વિમા સહાયના ચેકો મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

સાથે સાથે ઇફકો દ્વારા યાર્ડમાં ખેડૂત માર્ગદર્શન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દિપપ્રાગટ્ય કોઠારી અધ્યાત્મસ્વરૂપસ્વામી અને ગોપીનાથજી દેવ મંદિરના હરીજીવનદાસ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ ત્રિવિધ કાર્યક્રમમાં સમિતિના પૂર્વ ચેરમેન કિરીટભાઇ જી.હુંબલ, સહકારી અગ્રણી રવજીભાઇ જી.રાજપરા, કિસાન મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, સહકારી અગ્રણી મનહરભાઇ માતરીયા, તાલુકા ભાજપ પ્રમુખ માધુભાઇ વસાણી સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...