તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગઢડા(સ્વામિના) મુકામે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં બોટાદ રોડ ઉપર ગઢડા ગુરૂકુળના સ્થાપક શા.ભક્તિપ્રિયદાસજીના સંકલ્પથી હરિભક્તો ના સહયોગથી સહુ પ્રથમ શિક્ષાપત્રી મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં 195મી શિક્ષાપત્રી જયંતી અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ આચાર્ય રાકેશપ્રસાદજીની અધ્યક્ષ ઉપસ્થિતિમાં દિવ્ય ત્રિવેણી મહોત્સવ યોજવામાં આવશે. આગામી તા.16-2-2021, મંગળવારે વસંતપંચમીના દિવસે સવારે 7થી 12 કલાક દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં શિક્ષાપત્રી સમૂહ પૂજન, શિક્ષાપત્રી સત્સંગ હોલનું ઉદઘાટન તથા શાકોત્સવ અને ધર્મસભા યોજવામાં આવશે.
આ મહોત્સવ દરમિયાન વહેલી સવારે 7 કલાકે ગોપીનાથજી દેવ મંદિરથી શિક્ષાપત્રી મંદિર સુધીના રસ્તે વાજતેગાજતે શિક્ષાપત્રી શોભાયાત્રા યોજવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવમાં સાધુ સંતો તથા હરિભક્તો અને યજમાનો ખાસ ઉપસ્થિત રહેશે. શિક્ષાપત્રી જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધાર્મિક કાર્યક્રમને માણશે. આ પ્રસંગે વડતાલના આચાર્ય રાકેશપ્રસાદજીની અધ્યક્ષતામાં ઉજવાશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.