શ્રદ્ધાળુઓમાં રોષ:ગઢડા ઘેલો નદીની દુર્દશા : લાખોનો ખર્ચ કરવા છતાં સફાઇનો અભાવ

ગઢડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક વિધિ માટે અસંખ્ય શ્રદ્ધાળુઓનું આસ્થાનું સ્થાન
  • વનસ્પતિ અને ઠેર ઠેર ગંદકીના થર : નદીમાં ગટરનું પાણી ભળતા પવિત્ર નદી અપવિત્ર બનતાં શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો

ગઢડા શહેરની મધ્યમાં આવેલી ઘેલો નદી કે વર્તમાન સમયે જેમાં ભરપૂર પ્રમાણમાં ગાંડી વનસ્પતિ અને ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે‌ તેમજ ઘેલો નદીના શુધ્ધિકરણ માટે લાખો રૂપિયાના ખર્ચે ભુગર્ભ ગટર લાઈન નાખવા છતાં પરિસ્થિતી જેમની તેમજ રહેવા પામેલ છે. લાખો રૂપિયા નો ખર્ચ કરવા છતાં આ ગટરલાઈન શોભાના ગાંઠીયા સમાન બની છે‌.

દેશ અને દુનિયાના લાખો હરિભકતોનું આસ્થાનું કેન્દ્ર ગઢડા ધાર્મિક ક્ષેત્રે વિશ્વના ફલક ઉપર સ્થાન ધરાવતું યાત્રાધામ છે. જ્યાં ભગવાન સવામિનારાયણે પોતે 29 વર્ષ ગઢડામા રહી ગઢડાને પોતાની કર્મ ભૂમિ બનાવી હતી તેમજ ભગવાન સ્વામિનારાયણ પોતે આ ઘેલો નદીમાં ભકતો સાથે સ્નાન કરતા હતા જેથી ઘેલો નદીને ઉન્નમત ગંગાનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે.

આ પવિત્ર નદીમાં વર્ષે દહાડે દેશ અને દુનિયામાંથી હરિભકતો અહિ અસ્થિ વિસર્જન, ધાર્મિક વિધી કરવા માટે આવે છે તેમજ ઘેલો નદીના જળને ગંગાજળ જેવુ સ્થાન આપ્યું છે પરંતુ આ ઘેલો નદીની હાલ દુર્દશા જોવા મળે છે. આ ઘેલો નદીમાં જ્યાં જોવો ત્યાં ગાંડી વનસ્પતિ જેને ગાંડી વેલ કહેવાય છે તે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે તેમજ સાથે સાથે ગંદકીના થર જામી પડ્યા છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી ભુગર્ભ ગટર યોજના કરવામાં આવી છે તેમ છતાં ઘેલો નદીમાં ગટરના પાણી ભળવાથી આ ભુગર્ભ ગટર યોજના શોભાના ગાઠીયા સમાન બની હોય તેમ લાગે છે.

ત્યારે જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાંથી બેઠુ થાય અને ચોમાસાના આગમન પૂર્વે ઘેલો નદીને પવિત્ર કરવા તથા ક્ષમતા મુજબ ઉંડી ઉતારી પર્યાવરણ તેમજ સ્વચ્છતાની ચિંતા કરી શહેરની શોભામાં વધારો થાય અને શ્રદ્ધાળુઓની આસ્થા નું સન્માન જળવાય તે માટે યોગ્ય દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...