રજૂઆત:ગઢડામાં ઘેલા નદી પર પુલની જૂની સમસ્યા હલ કરાઈ

ગઢડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીની રજૂઆત

ગઢડા (સ્વામીના) જીનનાકા વિસ્તારમાં ઘેલા નદી ઉપર બનેલા પુલ પાસે વર્ષોથી વરસાદી પાણી ભરાતું હોવાથી વાહનચાલકોને તથા રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હતી. જે બાબતે ગઢડા આમ આદમી પાર્ટી દ્વારા અસરકારક રજૂઆત કરવામાં આવ્યા બાદ તંત્ર જાગ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી.

જીનનાકા વિસ્તારથી સામાકાંઠા વિસ્તાર સુધી નો ઘેલા નદી ઉપર નો પૂલ સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો હતો. પરંતુ તંત્રની બેદરકારીના કારણે પુલની બંને બાજુ અધૂરી કામગીરી ના કારણે મોટા ખાડા પડી જતા દર વર્ષે ચોમાસામાં કમર સુધીના પાણી ભરાઇ જતા રાહદારીઓ વાહનચાલકો ને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેમજ અનેકવાર નાના-મોટા અકસ્માતની ઘટના પણ બનતી હતી. જે બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.

પરંતુ લોકોની સમસ્યા બહેરા કાને અથડાઈ ને પરત આવતી હતી ત્યારે ગઢડા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આ સંદર્ભે નેશનલ હાઈવેના અધિકારીને આવેદનપત્ર આપીને લોકોની સમસ્યાનો ચિતાર રજૂ કર્યો હતો. જે રજૂઆત ના પગલે તંત્ર દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરી જીનનાકા તરફ ઘેલા નદીના પુલની બંને બાજુ પડેલ ખાડાઓ માટે તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી જીન નાકા તરફ ઘેલા નદીના પૂલની બંને છેડે વર્ષો જૂની સમસ્યાનો ચોમાસા પૂર્વે અંત આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આ ચોમાસાએ લોકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...