લોક-અદાલત:ગઢડા(સ્વામીના)માં 26 જૂને રાષ્ટ્રીય લોક-અદાલત યોજાશે

ગઢડા(સ્વામીના)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે લોક અદાલત

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદ તથા જીલ્લા કાનુની સેવા સત્તામંડળ,બોટાદના આદેશ અનુસાર આગામી મહિનાની તારીખ26 જૂન, રવિવારના રોજ પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, ગઢડા ખાતે ‘રાષ્ટ્રીય લોક-અદાલત’ યોજાનાર છે.

આ લોક અદાલતમાં સમાધાનપાત્ર દિવાની તથા લગ્ન વિષયક તકરાર, લેણી રકમની તકરાર તથા સમાધાન લાયક ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય લોક-અદાલતમાં પીજીવીસીએલ, નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એકટ (ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, જમીનને લગતા કેસો,રેવન્યુ કેસો વિગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે. પક્ષકારો રાષ્ટ્રીય લોકઅદાલતનાં માધ્યમથી વિવાદોનુ ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે તે માટે તાત્કાલિક લોક અદાલત માં કેસનાં નિકાલ માટે લાભાર્થીઓ એ લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

આ અંગેની વધુ જાણકારી માટે સ્થાનિક જે તે અદાલતનો અથવા જીલ્લા કાનુની સેવા સત્તામંડળ,જીલ્લા ન્યાયાલય બોટાદનો તથા તાલુકા કાનુની સેવા સમિતિ ગઢડા નો સંપર્ક કરવાનો રહેશે. લોક અદાલત માં કેસ મુકવાના અનેક ફાયદાઓ છે જે તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે લોક અદાલત‌ લોક અદાલતમાં કેસ મુકવા માટે પક્ષકારોએ કોઈપણ ખર્ચ કરવાનો રહેતો નથી અને ત્વરિત, અસરકારક, સંતોષ કારક અને સરળ ન્યાય લોક અદાલત છે. લોક અદાલતના માધ્યમથી નિકાલ લાવવામાં આવેાલ કેસની કોર્ટ ફી પૂરેપૂરી પરત આપવામાં આવે છે. લોક અદાલતમાં કોઇ પણ પ્રકારની ફી ચુકવ્યા વિના સમાધાન થકી કેસનો નિકાલ લાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...