તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐતિહાસિક ઘટના:ગઢડામાં ગોપીનાથજી મંદિરનો દરવાજો અંદરથી લોક થતાં દોડધામ

ગઢડા(સ્વામીના)20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંદિરનો દરવાજો અંદરથી આપોઆપ લોક થઇ જતાં મંદિરના શિખર પાસેની બારી તોડી મંદિરમાં પ્રવેશ કરાયો હતો. - Divya Bhaskar
મંદિરનો દરવાજો અંદરથી આપોઆપ લોક થઇ જતાં મંદિરના શિખર પાસેની બારી તોડી મંદિરમાં પ્રવેશ કરાયો હતો.
  • અષાઢી બીજના રોજ બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતાં વહિવટકર્તાઓની બેદરકારીના આક્ષેપ સામે બદનામ કરવાનો પ્રતિ આક્ષેપ

ગઢડા(સ્વામિના) મુકામે ગોપીનાથજી દેવ મંદિરમાં ગત તા.૧૨ જૂલાઈ સોમવારના રોજ મુખ્ય દરવાજો અંદરથી લોક થય જવાથી અને વહેલી સવારે મંગળા આરતી માટે દોડધામ મચી જતા શિખર પાસેની બારી તોડી અંદર પ્રવેશ કરી સમય કરતાં 20 મિનિટ આરતી મોડી થવાની ઘટનાથી સોશિયલ મીડિયા સહિત ચર્ચાનો ચકરાવો ફેલાયો છે.

આ મુદ્દે વર્તમાન વહિવટકર્તાઓની ખોટી નિતિરીતિના કારણે ભગવાને નિજ દ્વાર બંધ કરી દઈને નારાજગી વ્યક્ત કરી ખોટા લોકોને સાવધાન થવા કુદરતી ચેતવણી પાઠવી હોવાનો મેસેજ ફરી રહ્યો છે. બીજી તરફ આ માટે સત્ય માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવતા વર્તમાન ચેરમેન અને દેવપક્ષના હરિજીવનસ્વામીએ જણાવ્યું હતું કે દરવાજામાં જૂની પદ્ધતિ પ્રમાણે ઓટોમેટિક આગળિયો કરેલો છે. જે અમુક પદ્ધતિથી દરવાજો લોક કરવામાં ના આવે તો આપોઆપ અંદરથી લોક થઈ જાય તેવી સિસ્ટમ છે. આ માટે પૂજારીની ભૂલના કારણે દરવાજો લોક થઈ જતા વહેલી સવારે એક સેવકને શિખર પાસેની બારી તોડી પ્રવેશ કરાવી દરવાજો ખોલી મંગળા આરતી કરવામાં આવી હતી. આ બાબતે આચાર્ય પક્ષના ઘનશ્યાવલ્લભદાસજી વિગેરે મંદિરને બદનામ કરવા ખોટી વાતો ફેલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ આચાર્ય પક્ષના ઘનશ્યાવલ્લભદાસજીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મંદિરનો વહિવટ કરતા લોકોની બેદરકારી અને રામભરોસે ભાડાના માણસો થકી ચાલતી પૂજા વિગેરે બાબતોનું આ પરિણામ છે. પોતાની ભૂલ સ્વિકારવાના બદલે બીજા ઉપર ભૂલ થોપી બેસાડી ખોટા આક્ષેપો કરવાથી ખોટાનું સાચું સાબિત ન થઇ શકે. પરંતુ ભગવાને જાતે નિર્માણ કરેલા આ મંદિરની અદભુત બારી તોડવી પડે એવી પરિસ્થિતિ ગંભીર વિચારણીય છે. તેમજ મંદિરમાં અક્ષર ઓરડી, દરબાર ગઢ વિગેરે જગ્યાએ નવું કામ કરી મૂળ ઓરિજનલ બાંધકામનું મહત્વ ઘટાડવાનું કામ પણ બંધ કરવું જોઈએ. આમ મંદિર બાબતે વધુ એક વાર દરવાજો અંદરથી લોક થઈ જવાની ઘટનાથી આક્ષેપ પ્રતિ આક્ષેપના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

મંદિરના શિખર પાસેની બારી તોડી મંદિરમાં પ્રવેશ કરાયો હતો.
મંદિરના શિખર પાસેની બારી તોડી મંદિરમાં પ્રવેશ કરાયો હતો.

સવારથી ગઢડામાં અફવાનો માહોલ
દરવાજા અંદરથી લોક થઇ જવાનો મામલો ગઢડામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ મામલે વિવિધ અફવાનું બજાર પણ ગરમ રહ્યું હતું. ભગવાન નારાજ થયા હોવાના અને સાવધાન આ આખરી ચેતવણી હોવાના મેસેજ સાથે અફવા સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. આ સાથે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ દ્વારા સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા. દરવાજા લોક થઇ જવાને મામલે મંગળા આરતી 20 મીનીટ મોડી શરૂ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...