તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:સાધુના તડીપારનો નિર્ણય સુધારી તેમને સન્માન આપવા માગણી

ગઢડા(સ્વામિના)8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા(સ્વામિના) સાધુઓના તડીપાર મુદ્દે વેપારીઓ વ્યથિત

ગઢડા(સ્વામિના) મુકામે ગોપીનાથજી દેવ મંદિરના જાણીતા અને સેવાભાવી 2 સાધુઓ ઘનશ્યાવલ્લભદાસજી તથા એસ.પી. સ્વામીને તંત્રએ તડીપાર નો હુકમ કરી નાખવા બાબતે દુઃખદ આશ્વર્ય સાથે વેપારી આલમમાં આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડતા સમગ્ર મુદ્દે વાસ્તવિક સ્થિતિનો ચિતાર રજૂ કરી લેખિતમાં મામલતદારને એક આવેદન પત્ર પાઠવી સરકારમાં ઉચ્ચ કક્ષાએ સાચી હકીકત પહોંચાડવા તથા ગેરવ્યાજબી નિર્ણયને સુધારી સંતોને માનભેર સન્માનિત કરવા માંગણી કરવામાં આવી છે.

આ આવેદન પત્ર માં જણાવવામાં આવ્યું છે કે ગઢડા શહેરના મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી અને પૂર્વ વહીવટકર્તા એવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાજી અને સત્યપ્રકાશ સ્વામી ( એસ.પી.સ્વામિ)ને 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટેનો જે હુકમ કરવામાં આવ્યો છે તે હુકમ સામે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ. ગઢડા શહેર માટે છેલ્લા ઘણા વર્ષોથી ગઢડા શહેરના તમામ સુખ દુઃખમાં સાથે રહેલા આ સંતોને તડીપાર કરવામાં આવેલા હુકમથી ગઢડા શહેર નો તમામ વેપારી સમાજ દુઃખ સાથે રોષની લાગણી ધરાવે છે.

ગઢડા શહેરમાં આવેલું ભયંકર પૂર હોય કે કચ્છની અંદર આવેલો મહાભયંકર ભૂકંપ હોય, કે પછી કોરોનાના કપરા દિવસો હોય આ બંને સંતો સતત ગઢડા શહેરના સામાન્ય નાગરિકોની સાથે રહ્યા છે અને ઉપયોગી બન્યા છે તેમજ દુઃખમાં સહભાગી બની સહકાર આપ્યો છે. ઉપરાંત મોટા મહોત્સવના આયોજન થકી ગઢડામાં લાખો હરિભક્તો ની પધરામણીથી ગઢડાનો ધંધો - રોજગાર ધમધમતો રાખ્યો છે.

તમામ વેપારીઓ આવેદનપત્ર દ્વારા સંતોને તડીપાર કરવાનો હુકમ સામે આ આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આ હુકમ રદ કરવામાં નહીં આવે તો ગઢડાના વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક પગલાં સાથે પોતાના ધંધા - રોજગાર શી સ્વયંભૂ અળગા રહી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.

અન્ય સમાચારો પણ છે...