તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટુર્નામેન્ટ:શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટાટમ સીઆરસીની ટીમ વિજેતા બની

ગઢડા(સ્વામિના)23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગઢડા(સ્વામિના) તાલુકા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ગઢડા(સ્વામિના) તાલુકાના અડતાળા ગામે અડતાળા પ્રાથમિક શાળામાં ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શિક્ષણ અધિકારી ગઢડા તેમજ બી.આર.સી.ભવન ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. તેમાં સી.આર.સી વાઇઝ કુલ નવ ટીમો પાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી ક્રિકેટમાં ભાગ લીધો હતો. છેલ્લે ફાઇનલમાં બ્રાન્ચ 7 ની ટીમ અને ટાટમની ટીમ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો. આખરે ટાટમ સીઆરસી ની ટીમ વિજેતા બની હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નિયામક ટી. એસ. જોષી, બોટાદ જિલ્લાના ડીપીઓ ધારાબેન, ડાયટના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ, નલીનભાઈ પંડિત તેમજ ઉદયભાઇએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી. આ ઉપરાંત ગઢડા તાલુકાના ટીડીઓ પરમાર, તાલુકા ટીપીઓ વિજયભાઈ ગોલેતર, બીઆરસી રાજદીપસિંહ રાઓલ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહદેવસિંહ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજીતસિંહ ખડે પગે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત ગઢડા તાલુકાના તમામ સી.આર.સી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં આગામી આવનાર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મતદારોને મતદાન કરવા અંગે મતદાન જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અડતાળા ગામના સરપંચ હમાભાઇ જેસાભાઈ સાટીયા નું શાળાને ખૂબ જ સહકાર પૂરો પાડવા બદલ નિયામક ના હસ્તે સન્માનકરવામાં આવ્યું હતું. આ બધા જ મહાનુભાવો અડતાળા પ્રાથમિક શાળાનું વાતાવરણ તેમજ ભૌતિક સુવિધા થી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અડતાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચંદ્રસિંહભાઈ તુવર તેમજ શાળાના સમગ્ર સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો