સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલી વડતાલ ગાદી નીચે આવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષનો વિવાદ ચરમસીમાએ પહોંચતા દિન પ્રતિદિન નવા ફણગાઓ અને વિવાદ આકાર લઇ રહયા છે. આવા સંજોગોમાં ગત દિવસોમાં બંને સાધુઓને તડીપાર શા માટે ના કરવા એવી જિલ્લા કલેક્ટરે પાઠવેલી નોટીસ અને હાઈકોર્ટમાં પેન્ડિગ પિટિશન બાદ આજરોજ બંને સાધુઓને 6 જિલ્લા અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર તથા રાજકોટ માટે તડીપાર કરવાનો હુકમ કર્યો છે. આ બાબતે આગામી 30 દિવસમાં રાજય સરકાર સમક્ષ અપીલ પિરિયડ આપવામાં આવેલ છે.
દરખાસ્તના આધારે તડીપાર હુકમ કર્યાની સ્પષ્ટતા
આ મામલે સબ ડિવિઝન મેજીસ્ટ્રેટે નિવેદન આપ્યું હતું કે, નિષ્પક્ષ રીતે કાયદાની મર્યાદામાં કામગીરી કરવામાં આવી છે. તેમજ બચાવ માટે એસ.પી.સ્વામી અને ઘનશ્યામ સ્વામીને પૂરતી તક પણ આપવામાં આવેલી છે. એસ.પી.સ્વામી અને ઘનશ્યામસ્વામી વિરુદ્ધ 307, મારામારી સહિત 6 જેટલા નોંધાયેલા ગુન્હાના આધારે પોલીસની દરખાસ્ત મુજબ કામ કર્યાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.