રસ્તા પર બરફની ચાદર છવાઈ:સ્વિત્ઝર્લેન્ડ? ના, ગુજરાતના બોટાદ-ગઢડાનો રસ્તો છે!

ગઢડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા(સ્વામિ) પંથકમાં સાંજે 4 વાગ્યા પછી ભરઉનાળે મોટા પાયે કરા પડતા રસ્તા પર બરફની ચાદર છવાઈ...

ગઢડા(સ્વામિના) પંથકમાં સાંજે 4 વાગ્યા પછી ભરઉનાળે મોટા પ્રમાણમાં કરા વરસતા રસ્તાઓ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હતી. સ્વિત્ઝર્લેન્ડ કે કાશ્મીર જેવા દૃશ્યો અહીં જોવા મળતા મોટી સંખ્યામાં લોકો વાહન લઈને મોસમનો અનોખો મિજાજ માણવા નીકળી પડ્યા હતા.

તો બરફથી છવાયેલા રસ્તાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. ગાજવીજ અને પવન સાથે બરફના કરા સાથે વરસાદે ધબધબાટી બોલાવતા લોકો નવાઈ પામી ગયા હતા. કરા પડવાથી ભારે અવાજ થતા ઘરમાં રહેલા લોકો અચાનક શું થયું જાણવા બહાર દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...