તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાગત:તડીપારી સામે સ્ટે આવતાં આચાર્ય પક્ષના બંને સાધુનું ગઢડામાં સ્વાગત

ગઢડા(સ્વામીના)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને સાધુઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. - Divya Bhaskar
બંને સાધુઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
  • બંને સાધુઓએ મંદિરમાં જઇ દર્શન કર્યા, પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવાયો

ગઢડા(સ્વામિના) ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ બોર્ડ સલાહકાર એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભદાસજીને નાયબ કલેકટર દ્વારા 2 વર્ષ માટે 6 જિલ્લામાથી તડીપારનો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાબતે હાઇકોર્ટે સ્ટે આપતા બંને સંતો બુધવારે ગઢડા આવી પહોંચ્યા હતા. સંતોના ગઢડા આગમનના પગલે લોક હૈયે આનંદ ની લહેર ઉમટી હતી તેમજ ગઢડા નગરપાલિકા દ્વારા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ, સદસ્યો, ભાજપના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ અને આચાર્ય પક્ષના હરિભકતો દ્વારા મીઠા મોઢા કરાવી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ બંને સંતોએ ગઢડા મંદિરે પહોંચી ઈષ્ટદેવ ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા હતા. આ દરમિયાન કોવિડ-19 અંતર્ગત બહુ મોટી સંખ્યામાં લોકોને એકત્રિત નહી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો‌. તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ દરમિયાન એસ.પી. સ્વામીએ મિડીયા સમક્ષ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગઢડામા ગોપીનાથજી દેવ મંદિર માં દેવપક્ષ દ્વારા સરકારી તંત્ર મારફતે આચાર્ય પક્ષ સામે ષડયંત્રો રચી સત્તાનો દુરૂપયોગ કરી પરેશાન કરવા માટે ખોટા કેસો ઉભા કરાવી તડીપારના હુકમ કરાવ્યો હતો‌. પરંતુ હાઇકોર્ટે તડીપારના હુકમ પર સ્ટે મુકી દુધનુ દુધ અને પાણીનું પાણી કર્યુ છે અને સત્યનો વિજય થયો છે. આ દરમિયાન ડી.વાય‌એસ‌.પી., પી.આઈ, પી.એસ.આઈ, સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...