તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને રાહતની લાગણી:ગઢડામાં તહેવારોને લઈને સર્જાતી ટ્રાફિક સમસ્યા હલ

ગઢડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર જવાના માર્ગો પર પોઇન્ટ ઉભા કરી શહેરના મુખ્ય માર્ગો વન-વે કરાયા

ગઢડા શહેરમા ગોપીનાથજી મંદિર અને બી.એ.પી.એસ. મંદિર આવેલા છે તેમજ લક્ષ્મીવાડી, ઘેલો નદી ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે દેશ અને દુનિયાભરના યાત્રાળુઓ મોટી સંખ્યામાં ગઢડા દર્શને આવે છે ત્યારે વાર તહેવારોમાં ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે સાતમ આઠમના તહેવારોમાં આ સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાતમ આઠમના તહેવારોને લઈને ગઢડામા આવેલા બંને મંદિરોએ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે ત્યારે ગોપીનાથજી મંદિર જે ગઢડા શહેરની મધ્યમાં આવેલુ છે જેથી વાહનો અંદર પ્રવેશ થતા ની સાથે ટ્રાફિક જામની સમસ્યા કાયમી માથાના દુઃખાવા રૂપ અને વાહન ચાલકો વચ્ચે ટકકર થાય તો ઘર્ષણ ઉભું થાય તેવી પરિસ્થિતિ હતી.

આ બાબતે શહેરના જાગૃત લોકોએ કરેલી રજૂઆત અંતર્ગત ગઢડાના પી.એસ.આઈ. આર બી. કરમટીયાએ ટ્રાફિક પરિસ્થિતિનું નિદર્શન કરી આગવું આયોજન કરી ગઢડા શહેરના મંદિર તરફ જવાના મુખ્ય માર્ગો પર બેરીકેટ તેમજ પોલીસ, ટીઆરબી, હોમગાર્ડ, જીઆરડીના પોઈન્ટ ઉભા કરી શહેરના મુખ્ય માર્ગો પર વન-વેનું આયોજન કરવામા આવતા ગઢડામા વર્ષોથી તહેવારો દરમ્યાન થતી ટ્રાફિકની સમસ્યા હલ થતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...