તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:ગઢડામાં 30 વર્ષનો રેકોર્ડ વરસાદ, અતિવૃષ્ટિથી ખેતીને ભારે નુકસાન

ગઢડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માગ

ગઢડા(સ્વામિના) શહેર તથા તાલુકામાં સીઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ 62 ઇંચ જેટલો થયો છે. આમ ગઢડા પંથકમાં સિઝનનો 157 ટકા જે 30 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. આ વરસાદના કારણે અતિવૃષ્ટિની કુદરતી પરિસ્થિતિના કારણે પોષતું તે મારતુ જેવો ધાટ ખેડૂતો માટે થવા પામેલ છે. આ વિસ્તારમાં મુખ્ય કપાસ, મગફળી, તલ તથા કઠોળ અને ઘાસચારાને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલું છે. ઉપરાંત જમીનનું ધોવાણ પણ ખૂબ મોટા પાયે થયું છે. જેના કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતની હાલત ખુબ જ દયનીય બની ગઇ છે. જેના કારણે ખેડૂતોમાં ખુબજ નિરાશાની સ્થિતિ જોવા મળી રહી છે.

આ પરિસ્થિતિમાં સરકાર તરફથી ગલ્લા તલ્લા બંધ કરી દરેક પ્રકારના ખેતીના પાકમાં સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ખેડૂતો પાસેથી પાક વિમાના તગડા પ્રિમિયમ ઉઘરાવીને વિમા કંપનીઓને નફો કરાવતી સરકાર દ્વારા આંખ આડા કાન કરાશે તો ખેડૂતોના રોષનો ભોગ બનવા તૈયાર રહેવું પડશે. આ બાબતે સ્થાનિક ચૂંટણીઓમાં પણ ખેડૂતોનો રોષ સરકારને ભારે પડશે એ નક્કી છે. ત્યારે ખેડૂતો માટે ખરેખર જરૂરી અને કાયદેસર યોગ્ય પગલા લેવા માટે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ અને ગઢડા તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરે તથા ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તાત્કાલિક કરે તેવી ખેડૂતોની વ્યાપક માંગ ઉઠવા પામી છે. ખેડૂતોનો પાક સંપૂર્ણ બળી ગયો છે. ત્યારે તાલુકામાં સરવેની કામગીરી તુરંત શરૂ કરી નુકસાનનો ક્લાસ કાઢી વળતર ચૂકવવા માગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો