તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઇડલાઇન સાથે આયોજન:ગઢડા (સ્વામીના)માં રથયાત્રા સમિતિ રથયાત્રા કાઢવા તૈયાર, મંજૂરીની રાહ

ગઢડા(સ્વામીના)16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 વર્ષથી યોજાતી રથયાત્રા કોરોનાને કારણે 2 વર્ષથી નીકળી શકી નથી, સરકારની મંજૂરી બાદ ગાઇડલાઇન સાથે યાજાશે

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામિના) ખાતે અષાઢી બીજ ના દિવસે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત 28 વર્ષથી રથયાત્રા યોજવામાં આવે છે. રાજય કક્ષાએ હાથ વડે રથ ખેંચીને યોજવામાં આવતી રંગદર્શી ભવ્ય ત્રીજા ક્રમની આ રથયાત્રા સમગ્ર પંથકમાં આસ્થા અને આકર્ષક નું કેન્દ્ર બની રહે છે. પરંતુ કોરોનાની મહામારી ા કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ રહે છે. પરંતુ હાલ કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે .

જેના કારણે આ વર્ષે સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ રથયાત્રાને મંજુરી આપવામાં આવે તેવી શક્યતાઓ મુદ્દે રથયાત્રા સમીતી તથા શહેરના નગરજનો ની એક બેઠક ગઢડા મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ દરમિયાન મામલતદાર, પી.એસ‌.આઈ, પી.જી.વી‌.સી.એલ. સહિતના અધિકારીઓ તથા રથયાત્રા સમીતીના સભ્યો તેમજ નગરજનો અને રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

આ મિટિંગમાં ગઢડામા સંભવિત નીકળનારી રથયાત્રાને લઈને ગામના નગરજનો તેમજ આગેવાનોએ સુચનો કર્યા હતા. આ અંતર્ગત રથયાત્રા સમિતિ તરફથી ગઢડામાં યોજાનાર રથયાત્રા ને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવશે તો કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે રથયાત્રા નીકળશે તેમ મામલતદારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...