તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:તંત્રનું વલણ કિન્નાખોરીયુક્ત હોવાનું અને સમાજ ઉપયોગી સાધુને તડીપાર નોટિસ‌ મુદ્દે વિરોધ ઠરાવ

ગઢડા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગઢડા(સ્વામિના) મંદિરના સાધુને નોટિસ પ્રકરણે નગરપાલિકા મેદાનમાં આવ્યું
 • પાલિકાના ઠરાવમાં સાધુનો બચાવ કરી નોટિસ પરત ખેંચવા માટેની માગણી સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

ગઢડા(સ્વામિના) મુકામે પ્રવર્તમાન મંદિર વિવાદ સંદર્ભે જિલ્લા પોલિસની દરખાસ્તથી કલેકટર તરફથી આચાર્ય પક્ષના 2 સાધુ એસ.પી. સ્વામી તથા પૂર્વ કોઠારી ઘનશ્યાવલ્લભદાસજી તેઓનું વર્તન સમાજ માટે ભય ફેલાવે તેવું હોવાનું અને કેટલાક પોલીસ કેસ ટાંકી આરોપનામું ઘડી તેઓને 6 જિલ્લામાંથી તડીપાર શા માટે ના કરવા તેવી કારણદર્શક નોટીસ પાઠવતાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

આ મુદ્દે ગામ માટે હાથીના પગ સમાન ગઢડા નગર પાલિકા તરફથી એક ઠરાવ પસાર કરી સમગ્ર તંત્રનું વલણ કિન્નાખોરીયુકત હોવાનું તથા સમાજ માટે વર્ષોથી સમાજ ઉપયોગી કામગીરી કરતા અને લોકોને જેમનાં પ્રત્યે ખૂબજ આદરભાવ છે તેવા સાધુ સંતો હેરાનગતિ કરવામાં આવતી હોવાનાં સ્પષ્ટ આરોપ સાથે આ નોટિસો પરત ખેંચવાની માંગણી સાથે મુખ્યમંત્રી સહિત લેખિતમાં રજૂઆત કરવા માટે નગર પાલિકાના સદસ્યો તરફથી સહીઓ કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત બંને સાધુ 22 વર્ષથી મંદિરના વહિવટમાં હતા તે દરમિયાન અનેક મુશ્કેલ કુદરતી આફતોના સમયમાં ટાઢ તડકો જોયા વગર ધાર્મિક અને સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરી લોકોમાં સન્માનનીય સ્થાન મેળવ્યું છે. તેમજ મંદિર અને શહેરની શોભામાં વધારો થાય તથા ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જે અંતર્ગત પ્રવેશદ્વાર નિર્માણ તથા નગરપાલિકાને પ્રજાકીય સુવિધા માટે એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત કોરોના પરિસ્થિતિ અને લાંબા લોકડાઉન દરમિયાન આર્થિક અને સામાજિક પછાતવર્ગ માટે રસોડું ચલાવી એક મહિના કરતાં વધારે સમય માટે દરરોજ 6 હજાર વ્યક્તિઓને ભોજન સેવા, ભોજનકીટ, માસ્ક, સેનેટાઈઝર જેવી સામગ્રી વિના મૂલ્યે પૂરી પાડી ઉમદા સામાજિક યોગદાન આપવામાં આવ્યું છે. ત્યારે નોટિસમાં જણાવ્યા મુજબ સમાજમાં તેમના કારણે ભયનું વાતાવરણ ફેલાય તે વાત તદ્દન ખોટી હોવાનું તથા સરકારી તંત્રને કોઈ ગેરમાર્ગે દોરતુ હોવાનું અને ખોટી ફરિયાદ દાખલ કરાવી સરકારી તંત્ર કોઈનો હાથો બની રહ્યો હોવાનું અને આ નોટિસો પરત ખેંચી સમાજ ઉપયોગી સાધુઓને વ્યક્તિગત ખોટી કનડગત બંધ કરવા માંગણી કરવામાં આવી છે.

આ બાબતે નગરપાલિકા પૂર્વ પ્રમુખ તથા વર્તમાન નગરસેવક અને શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ હિહોરીયા તરફથી પણ સમગ્ર બાબતે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે ગઢડાના કોઈ નાગરિકો તરફથી બંને સાધુ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી અને હાલમાં સમગ્ર પ્રકરણે દેવપક્ષ પક્ષના સતાધીશો તરફથી વહિવટી ગોઠવણો દ્વારા રાગદ્વેષપૂર્વક પોતાનું હિત સાધવા માટે સમાજ ઉપયોગી સાધુઓને હેરાન કરવામાં આવતા હોવાનું અને સરકારી તંત્ર ને હાથો નહી બનવા દેવા માટે રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો