તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ગઢડામાં મંદિર પ્રકરણે દેવપક્ષે મીટિંગ માટે એજન્ડા કાઢતાં વિરોધ

ગઢડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આચાર્ય પક્ષે મીટિંગ બાબતે મળેલા સ્ટે અને કોર્ટમાં કાર્યવાહી ચાલુ હોવા મુદ્દે મીટિંગ ગેરકાયદે હોવાની પ્રતિક્રિયા આપી

ગઢડા(સ્વામિના) મુકામે ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટમાં ચાલતા વહીવટી વિવાદમાં ફરી એકવાર તારીખ 31. 3 2021ના રોજ દેવપક્ષના શાસ્ત્રી હરિજીવનદાસજી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવતાં કોર્ટના અનાદર સહિતના આક્ષેપ સાથે કાયદાકીય રીતે ગૂંચવણો ઊભી થવા પામી હોવાનું આચાર્ય પક્ષના ટ્રસ્ટી તરફથી જણાવવામાં આવતા વધુ એક સવાલ ઉપસ્થિત થયો છે. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર વહિવટી વિવાદ બાબતે ગત તારીખ 28.1.2021 ના રોજ હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચ દ્વારા આચાર્ય પક્ષની રજૂઆત મુદ્દે મનાઇ હુકમ આપવામાં આવ્યો છે.

જેના કારણે સીંગલ જજ તથા જોઈન્ટ ચેરીટી કમિશનરનો હુકમ સ્ટે કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં પણ દેવપક્ષ તરફથી ખાસ મીટીંગના એજન્ડા કાઢી પોસ્ટ કુરીયર મારફતે રવાના કરતા તારીખ 30. 3.2021 ના રોજ ટ્રસ્ટી બ્રહ્મચારી ચંદ્ર સ્વરૂપાનંદજી મળી જતા આ મિટિંગ બાબતે પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવ્યો છે.

વધુમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેન તરીકે હાલની કાયદાકીય પરિસ્થિતિ મુજબ હરજીવન સ્વામી કામ કરી શકે તેમ ન હોવા છતાં મીટીંગ બોલાવવામાં આવતા ગેરકાયદેસર કૃત્ય હોવાનું તેમજ તારીખ 31.3.2021ના રોજ હાઇકોર્ટમાં ડિવિઝન બેંચમાં મેટર સુનાવણી ઉપર હોવા છતાં પણ એ જ દિવસે સવારના સાડા નવ કલાકે મિટિંગ બોલાવીને કોર્ટના હુકમનો ભંગ કરી રહ્યા હોવાનું તેમજ જેની સામે એલ.પી.એ.માં રજૂઆત કરવા અને ટ્રસ્ટીઓ દ્વારા ગેરકાયદેસરની મીટીંગનો વિરોધ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે મંદિર ટ્રસ્ટ વિવાદ અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે મિટિંગની કાયદેસરતા બાબતે કોર્ટના નિર્ણય ઉપર મીટ મંડાઈ રહી છે. મંદિર હંમેશા વાદ વિવાદમાં સપડાયેલું રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો