વિરોધ:ગઢડા-બોટાદના બિસમાર રસ્તા પર આપ દ્વારા યજ્ઞ કરીને વિરોધ

ગઢડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાના મોટા ખાડામાં યજ્ઞ કરી રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો

ગઢડા(સ્વામીના)માં જિલ્લા કક્ષાએ બોટાદ જવાનો મુખ્ય માર્ગ અને ગઢડાનો જીવાદોરી સમાન રસ્તો વર્ષોથી બિસમાર છે. ગઢડા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રસ્તા પરના મોટા ખાડામાં યજ્ઞ કરી રામધૂન બોલાવી રસ્તાની દુર્દશાનો નોખી રીતે વિરોધ કર્યો હતો. ગઢડાથી બોટાદ 25 કિલોમીટરનો રાજ્ય ધોરીમાર્ગ હોઈ આ ટૂંકું અંતર ૨૦ મિનિટનું હોવા છતાં બિસમાર રોડને કારણે એકાદ કલાક જેટલો સમય લાગે છે.

તેમજ ઈમરજન્સી માટે બહુ જ મુશ્કેલી પડે છે. ગઢડા-બોટાદ રોડ બાબતે જવાબદાર જનપ્રતિનિધિઓ તથા તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં કામગીરી ન કરાતાં ગઢડા આપના કાર્યકરો અને વાહનચાલકોએ રોષે ભરાઈને રસ્તા પર બેસીને ખાડામાં હોમ હવન અને યજ્ઞ કરી તંત્રને સદ્્બુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...