સમસ્યા:ગઢડામાં મોબાઈલ ટાવર નખાતા વિરોધ

ગઢડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા શહેરમા સામાકાંઠા વિસ્તારમાં ટેકરીયા હનુમાનજી મંદિર પાસે ખાનગી મોબાઈલ કંપની દ્વારા મોબાઈલ ટાવર ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા વિરોધ ઉઠવા પામેલ છે. આ વિસ્તારના રહીશો દ્વારા વિરોધ દર્શાવી ચીફઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોબાઈલ ટાવરથી ગંભીર બીમારીનો લોકો ભોગ બને છે. જેથી આ વિસ્તારના લોકોએ વિરોધ વ્યકત કર્યો છે.જો મોબાઈલ ટાવર ની કામગીરી બંધ કરવામા નહી આવેતો આવતા દિવસોમાં ઉપવાસ સહિતના ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...