સભા:મોદીના શાસનમાં દેશમાં પ્રગતિ અને વિકાસ ને વેગ મળ્યો છે

ગઢડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડા(સ્વામીના)માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સભા ગજાવી

બોટાદ અને ગઢડાના ભાજપના ઉમેદવારોના સમર્થન માટે ગઢડા રિવરફ્રન્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરી ભાજપને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું‌ વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે દેશ અને દુનિયામાં ભારત દેશને ગૌરવભેર ઉભુ રાખવા માટે પ્રતિબદ્ધ વડાપ્રધાન મોદીના શાસનમાં પ્રગતિ અને વિકાસ ને વેગ મળી રહ્યો છે.

ત્યારે રાષ્ટ્ર અને સંસ્કૃતિ ની સુરક્ષા માટે રાષ્ટ્રીય પ્રવાહ માં જોડાઈને ભાજપના ઉમેદવારો ને ભારે બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતને તોડવાવાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ત્યારે અનેક રાજ્યોમાં ચૂંટણી લડીને ડિપોઝિટ ગુમાવનારા લોકો પાણીના પરપોટા જેવા છે તેમ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...