શકુનિઓ ઝડપાયા:અડતાળા ગામની સીમમાંથી 10 જુગારીને પોલીસે ઝડપી પાડ્યા

ગઢડા(સ્વામીના)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારીઓ પાસેથી કુલ રૂ. 6,29,86૦ના મુદામાલ જપ્ત કર્યો

ગઢડા તાલુકાના અડતાળા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી કુલ રૂ. 6,29,86૦ના મુદામાલ સાથે 10 આરોપીને ઝડપ્યા. ગઢડાના પો.સબ.ઇન્સપેકટર આર.બી.કરમટીયા અને સ્ટાફના માણસોએ બાતમી આધારે અડતાળા ગામે એક વાડીના બંધ મકાનમાં રેઇડ કરી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા દશ ઇસમોને રૂ. 6,29,86૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ રેઇડ દરમિયાન પોલીસે ઘનશ્યામ ઉર્ફે ઘના લાલજી ડેરવાળીયા, રણછોડ લાલજી ડેરવાળીયા. બંને રહે.અડતાળા, પ્રદીપ બુધા મકવાણા રહે.દડવા તા.ઉમરાળા, બળદેવ મહીપત ગોહિલ રહે.વડોદ તા. ઉમરાળા, જસા નારાયણ કટેશીયા રહે.વાકીયા તા બાબરા, વિરમદેવ બચુભાઈ ગોહિલ રહે.વડોદ તા.ઉમરાળા, ભરત શીવા કહાલા રહે.વનાળી ગામ તા.ગઢડા, મહેશ કાના વણોદીયા રહે.વડોદ તા.ઉમરાળા, અજય અનિરૂધ્ધ ગોહિલ રહે.દડવા (રાંદલના) તા.ઉમરાળા જી ભાવનગર અને મુકેશ ભુપત તુવર જાતે રહે.અડતાળાજને ઝડપી ઝડપી પાડ્યા હતા જ્યારે ભદ્રેશ ઉર્ફે લાલા વનરાજ તુવર રહે અડતાળા વાડી માલીક હાજર ન મળતા ઝડપાયેલા દશ જુગારી અને વાડી માલિક સહિત કુલ 11 લોકો વિરૂદ્ધ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...