તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઢસામાં પોલીસ- લોકો વચ્ચે ઘર્ષણ મુદ્દે વિવાદ , 3 પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ

ગઢડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 પોલીસ કર્મીની બોટાદ બદલી કરાઈ , રાજપૂત સમાજની મીટિંગમાં
 • ખોટી ફરિયાદ રદ કરવા માંગ, કરણી સેના પ્રમુખ શેખાવતની અટકાયત

ભાસ્કર ન્યૂઝ | ગઢડા(સ્વામીના) ગઢડા(સ્વામિના) તાલુકાના ઢસાગામ ખાતે એક પાન દુકાન માલિક અને ૩ પોલીસ કર્મચારીઓ સાથે કાર પાર્કિંગ મુદ્દે બોલાચાલી બાદ થયેલા ડખામાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. આ મુદ્દે શુક્રવારે મોડી સાંજ પછી દુકાન માલિક નરેશભાઈ ગોલેતર વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિત ફરીયાદ નોંધ્યા બાદ લોક જુવાળ અને આગેવાનોએ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત માંગણી કર્યા બાદ 3 પોલીસ કર્મચારીઓ હરદીપસિંહ ગોહીલ, ગિરીરાજસિંહ ગોહીલ અને અજયભાઈ ગરણીયા વિરુદ્ધ ફરીયાદી નરેશભાઈ ગોલેતરની લેખિત ફરીયાદ બાદ ગુનો દાખલ કરી જિલ્લા પોલીસવડાની મૌખિક સૂચના મુજબ આ 3 અને સતીષ યાદવ સહિત 4 પોલીસ કર્મચારીઓને ઢસા પોલીસ સ્ટેશનથી બોટાદ હેડ કવાર્ટર ખાતે ફરજ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોનાં ટોળાં મુદ્દે પોલીસ તરફે રાયોટીગ સહિતની કલમો ઉમેરી 9 વ્યક્તિના નામ જોગ તથા અન્ય અજાણ્યા 300 વ્યક્તિના ટોળા વિરુદ્ધ તોડફોડ નુકશાન કરવા સહિત રાયોટીગ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણે રાજપૂત સમાજના યુવક સાથે પોલીસે કરેલી દાદાગીરી અને માર મારી ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવી હોવા મુદ્દે એક મિટિંગ સભા યોજવામાં આવી હતી. આ સભામાં સમાજના આગેવાનોએ ભોગ બનનાર યુવક ઉપર તથા સમાજના આગેવાનો વિરુદ્ધ રાયોટીગ સહિત દાખલ કરવામાં આવેલી ફરીયાદો ખોટી હોવાનું અને રદ કરવા માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજપૂત સમાજની મિટિંગ માટે ભંડારીયા ગામે પહોંચી રહેલા કરણી સેના પ્રમુખ રાજ શેખાવતની અધવચ્ચે જ પોલીસે અટકાયત કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો