તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકોમાં રોષ:ગઢડા(સ્વામિના)માં ‌BSNLનાં ડબલાં ડૂલ થતાં લોકો પરેશાન

ગઢડા(સ્વામિના)25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત મોડી રાતથી બપોર સુધી નેટવર્ક ઠપ્પ

ગઢડા(સ્વામિના) બી.એસ.એન.એલ. નું નેટવર્ક ગત મોડી રાત્રિ થી ઠપ્પ થઈ જતા બી.એસ.એન.એલ. ના કાર્ડ ધારકો ના મોબાઈલ ઠપ્પ થઈ ગયા હતા. છાશવારે બી.એસ.એન.એલ. નું નેટવર્ક ખોરવાતા આજના ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં લોકો સરકારી તંત્રની બળદગાડા જેવી સર્વિસ થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

મુખ્યત્વે અવારનવાર બી.એસ.એન.એલ. ના કેબલ કપાઈ જવા ના કારણે નેટવર્ક ખોરવાઈ જતું હોય છે. ત્યારે કેબલ કપાવા માટે જવાબદાર સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નહી થવાના કારણે સરકારી તંત્ર ભગવાન ભરોસે અધ્ધરતાલ ચાલતું હોય તેવો અનુભવ લોકો ને થઈ રહયો છે.

મોડી રાત્રિ થી બીજા દિવસે બપોર સુધી નેટવર્ક યથાવત નહી થવાની છાશવારે બનતી ઘટનાથી બી.એસ.એન.એલ. નાં ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ખાનગી કંપનીઓ ની સરખામણીએ સરકારી તંત્ર વામણું પૂરવાર થતા અનેક પ્રશ્નાર્થો સાથે ભારે ટીકા અસંતોષ ફેલાવા પામેલ છે. ટેક્નોલોજીના યુગમાં બીએસએલના નેટવર્ક વારંવાર ખોટવાતા ગ્રાહકોને ભારે પરેશાની ભોગવી પડી હતી. બીએસલએલ પોતાની સેવામાં સુધારો કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો