તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું કામ શરૂ

ગઢડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધારાસભ્ય આત્મરામ પરમારે કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ ચર્ચા કરી દર્દીઓના ખબર પૂછ્યા

ગઢડા(સ્વામિના) મુકામે રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર દ્વારા રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે રાજ્ય સરકાર અને કંપનીના સહકારથી પ્લાન્ટના કામની શરૂઆત આત્મારામ પરમારના હસ્તે અને પ્રદેશ ભાજપના આગેવાન સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી, હરેશભાઈ સોઢાતર, ઈરફાનભાઈ ખીમાણી, વનરાજભાઈ ડાભી, મુકેશભાઈ હીંહોરિયા, સુરેશભાઈ ડવ,વિજયભાઈ પટેલ, અમરશીભાઇ માણીયા, ભરતભાઈ રાવલ, ચંદ્રકાન્તભાઈ લાઠીગરા, રણજીતભાઇ માલા સહીત ના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્લાન્ટ આગામી દિવસોમાં કાર્યરત થવાથી ગઢડા હોસ્પટલમાં ક્યારેય ઓક્સિજન ની અગવડતા નહિ પડે. તેમજ દાતાઓના સહયોગ થી ઇમર્જન્સી સેવા માટે એક ફ્રી એમ્બ્યુલન્સ સેવા પણ શરુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આત્મારાભાઈ પરમાર તેમજ અગ્રણીઓ દ્વારા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ ડોક્ટર તેમજ સ્ટાફ સાથે જરૂરી ચર્ચાઓ પણ કરવામાં આવેલ તેમજ દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...