તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ગઢડા દેનાબેંકમાં ગ્રાહકોના ટલ્લે ચડતા કામકાજથી રોષ

ગઢડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંકડી જગ્યા અને ગ્રાહકોની ભીડ રહેતા કોરોનામાં બેંકની બેદરકારી

ગઢડામાં આવેલી દેનાબેંકમાં દરરોજ કલાકો સુધી ગ્રાહકોના કામ ટલ્લે ચડવાના કારણે પારાવાર પરેશાની વેઠી રહ્યા છે. ખૂબજ સાંકડી જગ્યા ઉપર આવેલી દેનાબેંકમાં ઉપરથી નીચે દાદરા સુધી લોકોને કલાકો સુધી રાહ‌ જોઇને ઉભુ રહેવું પડે છે. તેમ છતાં રોજીંદી બેંકની સામાન્ય કામગીરી ટલ્લે ચડતી હોવાથી ભારે રોષની લાગણી ફેલાવા પામેલ છે.

બેંક પાસબુકમાં એન્ટ્રી કરવા, પાસ બુક, ચેકબુક લેવા માટે પણ અત્યારે નહી પછી આવજો તેમ કહી કામ ટલ્લે ચડાવવામાં આવતા હોવાની બાબતથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. બેન્ક સ્ટાફના તોછડા અને ઉધ્ધત વર્તનથી બેંકની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. ત્યારે વર્તમાન કોરોના પરિસ્થિતિમાં લોકોની ભીડ અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

તાજેતરમાંજ દેનાબેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ કરવામાં આવેલ છે ત્યારે હજુ નવી બ્રાન્ચ શરૂ થાય તે પહેલાજ બેંકના જવાબદાર વ્યક્તિના વર્તન અને કામગીરીના કારણે લોકોની મુશ્કેલી મુદ્દે બેંકની ગરિમા ને લાંછન લાગે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે લોકોને બેંક તરફથી સમયસર સારી સર્વિસ મળી રહે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો