સુશિક્ષિત બેટી અને દિકરીઓની તંદુરસ્તી માટે ઝુંબેશ:ગઢડામાં રવિવારે આંતર રાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન

ગઢડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુશિક્ષિત બેટી અને દિકરીઓની તંદુરસ્તી માટે ઝુંબેશ
  • દેશભરમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે

આચાર્ય મહારાજ અજેન્દ્રપ્રસાદજી તથા સર્વે સ્ત્રીભક્તોના ગુરુપદને શોભાવતા ગાદીવાળા માતૃશ્રીના આશીર્વાદ-આજ્ઞાથી તથા ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજા)ના માર્ગદર્શનથી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા તા.5-3-23, રવિવારે સવારે 9 વાગ્યે ગઢડા ખાતે બોટાદ રોડ, રિલાયન્સ પેટ્રોલપંપ સામે આંતર રાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે.

આ અધિવેશનમાં લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા ગત વર્ષે સુરતના આંગણે આયોજીત આંતર રાષ્ટ્રીય મહિલા અધિવેશનના પોષણ પ્રસાદ સુપોષિત ગુજરાત અભિયાનનો અહેવાલ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિના બૌધિક પ્રમુખ શરદ રેણુજી , સાંસદ ભારતીબેન શિયાળ તેમજ વિહિપ દુર્ગાવાહિની ક્ષેત્રીય સંયોજીકા યજ્ઞાબેન જોષી ઉપસ્થિત રહી ઉદબોધન કરશે. સંમેલનમાં લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ તેમજ અપરાજિતા ગ્રુપની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...