તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગઢડા(સ્વામિના) મંદિરના સાધુને તડીપાર કરવા કોળી સમાજનો વિરોધ

ગઢડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ ભારતીય કોળી સમાજે કલેક્ટરને રજૂઆત કરી

ગઢડા(સ્વામિના) ગોપીનાથજી દેવ મંદિરના આચાર્ય પક્ષના 2 સાધુઓ સામે ઘણાં સમયથી ચાલી રહેલા કાવાદાવાઓ અને કનડગત તથા ષડયંત્ર દ્વારા પરેશાન કરવાની બાબતોથી મોટા ભાગના સમાજ અને નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે.

આ સમગ્ર પ્રકરણે ઉંડે સુધી તમામ હકીકતોથી વાકેફ અને સાચું જાણતા લોકો એક સાથે મેદાનમાં આવી વિરોધ દર્શાવી રહ્યા છે. આ મુદ્દે બંને સાધુઓ માટે ષડયંત્ર રચનારા લોકો તથા તંત્રની શંકાસ્પદ કામગીરી સામે તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં ના આવે તો આગામી દિવસોમાં મોટા વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ અનુસંધાને અખીલ ભારતીય કોળી સમાજ તરફથી બોટાદ કલેક્ટરને લેખિતમાં એક આવેદન પાઠવી સમાજ ઉપયોગી કાર્યો કરનારા સાધુઓ પૂર્વ કોઠારી ઘનશ્યાવલ્લભદાસજી તથા એસ.પી. સ્વામી સામે નહી બનેલી ઘટનાઓના મનસ્વી પોલીસ કેસ ઊભા કરવા બાબતે તથા ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે તેવા શખ્સો સામે કોઈ કાર્યવાહી કરવા તેમજ સાધુઓને પરેશાન કરવાના મનસ્વી તથા સત્તાના દુરૂપયોગના ગેરબંધારણીય પગલાઓ ગેરવ્યાજબી અને બિલકુલ ચલાવી લેવાય તેમ નહી હોવા મુદ્દે અમલદાર શાહીને રૂક જાવનો આદેશ આપવા માંગણી કરવામાં આવેલ છે.

આ દરમિયાન ગઢડા શહેર પ્રમુખ ગણેશભાઈ જમોડ, બોટાદ જિલ્લા પ્રમુખ પંકજભાઈ જાદવ, બોટાદ ગ્રામ્ય પ્રમુખ જે.પી.કોલી, ટાટમ સરપંચ ભાવુભાઈ તથા સરપંચ તાનાજી ગ્રુપના પ્રમુખ અને બોટાદ જિલ્લા કોલી સમાજના આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...