તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગઢડા(સ્વામિના) મુકામે સગા મોટાભાઈએ પોતાના નાનાભાઈને નજીવી બાબતમાં ઢોર મારમારતા સારવાર દરમિયાન મોત નિપજતા ખૂનનો ગુનો દાખલ થતા ચકચાર ફેલાવા પામી છે. આ બનાવ બાબતે ગઢડા પોલીસ તરફથી જાણવા મળતી વિગત અનુસાર મૃતકના મોટાભાઈ અમરૂભાઇ દાદભાઇ ભીંસરીયા (ઉ.વ.52) (રહે. હાલ - તા.ગઢડા જી.બોટાદ) 12 નવેમ્બરે સાંજના 6 વાગે જસદણ હતા ત્યારે તેમના બંને નાના ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. જેમાં મંગળુભાઇએ નાનાભાઇ કિશોરભાઇને ગાળો બોલવા લાગ્યા હતા.
કિશોરભાઈએ ગાળો બોલવાની ના પાડતા મંગળુભાઈ ઉશ્કેરાઈ જઈને કિશોરભાઈને ઢોર માર માર્યો હતો. જેથી કિશોરભાઈને આખા શરીરે ગંભીરઓ ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ મંગળુભાઈ ત્યાંથી જતાં રહ્યા હતા. આ બાબતની જાણ પાડાેશીઓને થતાં તેઓ દોડી આવ્યા હતા. અને જોયું તો કિશોરભાઈ અર્ધભાન હાલતમાં પડ્યા હતા. પાડોશીઓએ ગંભીર રીતે ઘવાયેલા કિશોરભાઈને ગઢડા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ મોબાઇલ દ્વારા તેમના મોટાભાઈ અમરૂભાઈ જે જસદણ ગયા હતા તેમને કરી હતી.
ઘટનાની જાણ થતાં તેઓ પોતાના ભાણાને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ કિશોરભાઈને વધુ સારવારની જરૂર હોય ત્યાંથી કિશોરભાઈને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સર ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. મૃતકની લાશને પી.એમ. માટે મોકલાઇ હતી. આ અંગે કિશોરભાઈના મોટાભાઇએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.