ધામધૂમથી ઉજવણી:ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિરે જળઝીલણી એકાદશીની ઉજવણી કરાઈ

ગઢડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિરે જળ જીલણી એકાદશીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ. - Divya Bhaskar
ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિરે જળ જીલણી એકાદશીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.
  • ઘેલા કાંઠે ઠાકોરજીના નૌકા વિહારની પરંપરા યથાવત કરી સમૈયો યોજાયો

ગઢડા(સ્વામીના) મુકામે આવેલા સુપ્રસિધ્ધ અને સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલા ગોપીનાથજી દેવ મંદિર ખાતે જળ જીલણી એકાદશી ના સમૈયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજથી ૨૦૦ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી સમૈયાની પરંપરાને વર્તમાન સમયમાં અનૂકુળ વાતાવરણ રહેતા યથાવત ઉજવણી કરવામાં આવી હતી.

આ ધાર્મિક પ્રસંગે સાધુ સંતો અને હરિભકતો ની હાજરીમાં મંદિરના ગર્ભગૃહમાં પૂજન આરતી બાદ ઢોલ નગારા સાથે જળયાત્રા યોજી ઘેલા નદીના કાંઠે આવેલા પ્રાસાદિક સ્થાન ધરી ખાતે પહોંચેલ.‌ જ્યાં નૌકામાં સુવર્ણ પાલખીમાં ઠાકોરજીને પધરાવી નૌકાવિહાર અને પૂજન અર્ચન વિધી કરવામાં આવી હતી. તેમજ પરંપરા મુજબ ઠાકોરજી ની પાલખીયાત્રાની પધરામણી ભક્તરાજ દાદા ખાચર ના પરિવારજનોને ત્યાં કરવામાં આવી હતી.

આ દરમિયાન જળ જીલણી એકાદશી ના દિવસે પ્રતિવર્ષ યોજાતા લોકમેળા મુજબ આ વર્ષે પણ બોટાદ રોડ ખાતે ભવ્ય લોકમેળા નું આયોજન કરવામાં આવતા ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તેમજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો થતા થોડી થોડી વારે વરસાદના સારા ધોધમાર ઝાપટાથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...