તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફુટ પેટ્રોલીંગ:ગઢડામાં આજે જગતના નાથ નગરચર્યાએ નીકળશે, પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, આજે બપોરે 1થી 5 કરફ્યુ રહેશે, ચુસ્ત અમલ કરજો

ગઢડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ભગવાન શ્રી જગન્નાથજીની 29મી રથયાત્રા નીકળનાર હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતીપુર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળે તે માટે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર એચ.આર.ગોસ્વામી અને ગઢડા પોલીસ સ્ટેશનના PSI આર.બી.કરમટીયા, PSI આર.કે.પ્રજાપતિ, PSI શ્રીમતિ એચ.એલ.જોષી, કયુ.આર.ટી. PSI ડી.ડી.પરમાર તથા રીર્ઝવ PSI એ.જી.મકવાણા તથા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો અને જી.આર.ડી. જવાનો

તથા ટી.આર.બી જવાનો સાથે મળી કુલ 108 પોલીસ સ્ટાફ દ્રારા ગઢડા શહેરમાં રથયાત્રાના અંબાજીચોકથી યોજાનારી રથયાત્રાના સવા બે કિલોમીટરના સમગ્ર રૂટ જેમાં વાઢાળા ચોક, માણેક ચોક, મેઈન બજાર, સ્વામિનારાયણ મંદિર, બોટાદ ઝાંપા, હાઈસ્કુલ ચાર રસ્તા, મોહનભાઇનુ પુતળુ, જીનનાકા થી અંબાજી ચોક સુધીના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ. આ રથયાત્રાના રૂટની તમામ દુકાનો રથયાત્રા દરમ્યાન બંધ રાખી રૂટ ઉપર બપોરના કલાક 1 વાગ્યાથી સાંજના કલાક-5 સુધી કર્ફ્યુનો ચુસ્ત અમલ કરવા લોકોને અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...