રજૂઆત:નાના જીંજાવદર ગામે સરકારી જમીન પર દબાણ હટાવવા રજૂઆત કરાઈ

ગઢડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌચર માટે જમીન ખુલ્લી કરવા માંગણી : જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે પગલાં લેવા માંગણી કરાઇ

ગઢડા(સ્વામિના) તાલુકાના નાના જીંજાવદર ગામે ગૌચર જમીન ઓછી હોવા બાબતે તથા સરકારી પડતર જમીન ઉપર ગેરકાનૂની કબ્જો દૂર કરવાની માંગણી સાથે બોટાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે અરજદારો ગઢડા તાલુકાના નાના જીંજાવદર ગામના રહીશ છીએ. અમો અમારા કુટુંબ સાથે જીંજાવદર ગામે રહી પશુપાલનનો ધંધો કરીએ છીએ. નાના જીંજાવદર ગામે પશુઓના ચરીયાણ માટે ગૌચરની જગ્યા અપુરતી હોવાથી પશુપાલકો માટે ખુલ્લી પડી રહેતી સરકારી પડતર જગ્યામાં તેમના પશુઓ ચરાવી રહયા છીએ.જેથી વધુ ગૌચર નિમ કરવા બાબતે નાના જીંજાવદર ગ્રામ પંચાયત મારફતે રજૂઆત થયેલ છે.

આવા સંજોગોમાં જે તે ઈસમોની સરકાર દાખલ થયેલ જમીન તથા સરકારી પડતર જમીનો ઉપર અમુક માથાભારે અને લાગવગ ધરાવતા ઈસમો દ્વારા કબજો કરાયો છે. જે કબજો તેઓ ખુલ્લો કરતા નથી અને જો તેવા ઇસમોને જમીનનો કબ્જો ખુલ્લો કરવાનું કહેવામાં આવે તો તેઓ ગામના સામાન્ય અને ગરીબ પશુપાલકોને અનેક પ્રકારની ધમકીઓ આપે છે. જેના કારણે ગરીબ પશુપાલકો અનેક પ્રકારની યાતનાઓ ભોગવી રહયા છે. આ શખ્સોએ નાના જીંજાવદર ગામની સીમની સ.નં .187 પૈકી 1 તથા 187 પૈકી 2ની કુલ 10 એકર 32 ગુઠા જમીન પર ગેરકાયદેસર કબ્જો કરેલો છે. જમીન છેલ્લા 12 વર્ષથી સરકાર દાખલ થઈ ગઇ હોવા છતાં પણ ઈસમો દ્વારા જમીનનો ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...