ગઢડા(સ્વામિના) તાલુકાના ચિરોડા ગામે એક ખેડૂતના ઘરેથી થયેલી રૂપિયા 11 લાખ જેટલી સનસનીખેજ લૂંટ નાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. આ લૂંટના પગલે જીલ્લા પોલીસ વડા સહિત સમગ્ર જીલ્લા નો પોલીસ કાફલો એક્શન મોડમાં આવી ગયો હતો. તેમજ તપાસ તજવીજ બાદ મળેલા અણસારો મુજબ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન વાડીઓમાં ખેતી માટે ભાગિયા તરીકે કામ કરતા નસવાડી વિગેરે વિસ્તારોના શકમંદ ખેત મજૂરોની તપાસ પૂછપરછ વ્યાપક પણે હાથ ધરવામાં આવી હતી.
આ સનસનીખેજ લૂંટ પ્રકરણે તસ્કરોએ પોલીસને પડકારતા આ લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ પોલીસ ધમધમાટ અને ટીમ વર્ક ા અંતે ગણતરી ના કલાકોમાં આ લૂંટનો ભેદ હાથ વેંતમાં હોવાની આશા પોલીસે વ્યક્ત કરી હતી. ટૂંક સમયમાંં 11 લાખની લૂંટનો ભેદ પોલીસ ઉકેલી દેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ લૂંટ પ્રકરણે પોલીસે સમગ્ર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વાડીઓમાં ભાગયા તરીકે કામ કરતા નસવાડી વિગેરે વિસ્તારોના અનેક અજાણ્યા શકમંદો ની પૂછપરછ હા ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન બીજી અનેક ગુના અને ગુનેગારોની વિગત પણ બહાર આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે જે તે વિસ્તારોમાં ખેત મજૂર અને અન્ય કામગીરી માટે આવતા અજાણ્યા ઈસમોની કુંડળીની જાણકારી મેળવવા અને જાગૃત રહેવા તથા શકમંદો ધ્યાન ઉપર આવે તો પોલીસને બાતમી પૂરી પાડવા જેવી તકેદારી લેવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ચિરોડા ગામે રહેતા ખેડૂત પટેલ રઘુભાઈ કેવડીયા (ઉ.વ 55)એ આજથી બે મહિના પહેલા કપાસનું વેચાણ કરતા રૂપિયા 11થી 12 લાખ જેટલી રકમ તેના રૂમમાં એક કબાટ માં સાચવી મૂકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.