ઝુંબેશ:ગઢડાનો યાત્રાધામ બોર્ડ‌માં સમાવેશ કરો

ગઢડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ સ્થાન અને એક સમયે ગઢપુર તિર્થ તરીકે ઓળખાતા ગઢડાનો યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવાની વર્ષો જૂની માંગણી હજુ સુધી સંતોષાઈ નથી. આ બાબતે અવાર નવાર સમગ્ર લોકોની માંગણી અને સત્તાધારી પક્ષ ના પ્રતિનિધિઓ તરફથી પણ આપવામાં આવેલી ખાત્રી છતા પણ આ બાબતે આ મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં સહી ઝુંબેશ હાથ ધરી ગઢડાને યાત્રાધામ બોર્ડમાં સમાવવાની વર્ષો જૂની માંગણી પૂરી કરવા રજૂઆત કરવામાં આવેલ છે. આ બાબતે સમગ્ર રાજકીય આગેવાનો તથા સંસ્થાઓ એક બનીને યોગ્ય દિશામાં કામગીરી કરે તે વર્તમાન સમયની માંગ છે.આ પ્રશ્ને આગેવાનોએ લોકોનો સંપર્ક કરી સહી ઝુંબેશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...