સુવિધા:ખોડિયાર નગરમાં વિનામૂલ્યે ન્યુમોકોકલ કોનસ્યુગેટેડ વેક્સિન સ્ટેશનનું ઉદઘાટન

ગઢડા (સ્વામિના)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસના બાળકોને રક્ષણ માટે વેક્સિન અપાશે
  • આશાબેન​​​​​​​ અને આંગણવાડી વર્કર બહેનોએ લોકોમાં આ રસી બાબતે સમજણ આપી બાળકોને રસી અપાવવા જાગ્રત કરાયા હતા

ગઢડા(સ્વામિના) મુકામે 20 ઓક્ટોબરે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે ન્યુમોકોકલ કોનસ્યુગેટેડ વેક્સિન (pcv) લોન્ચ કરવામાં આવતા જે અનુસંધાને ગઢડા શહેરી વિસ્તારમાં ખોડીયારનગર વોર્ડ નં-1, રામાપીરના મંદિર ખાતે ગઢડા નગરપાલિકાના માજી પ્રમુખ પ્રતાપભાઈ ખાચરના વરદ હસ્તે જિલ્લા આર.સી.એચ અધિકારી ડો. એ. કે. સિંઘ તેમજ અર્બન હેલ્થ ઓફિસર ડો. જે. બી. માંજરીયા ની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

તેમજ આ મમતા સેશનમાં ફી. હે. વ. જાગૃતિબેન મૈત્રા દ્વારા દોઢ માસના બાળક નક્ષ હિંમતભાઈ રોજાસરાને પ્રથમ ડોઝ આપવામાં આવેલ હતો. જેમાં આશાબેન અને આંગણવાડી વર્કર બહેનોએ લોકોમાં આ રસી બાબતે સમજણ આપી આ રસી લેવા માટે લોકોમાં ઉત્સાહ જાગૃત કરવામાં આવેલ. આ રસી સરકાર દ્વારા વિનામૂલ્યે સા.આ.કેન્દ્ર, પ્રા. આ. કેન્દ્ર તેમજ આંગણવાડીમાં મમતા સેશનમાં આપવામાં આવશે તેમ આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...