તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:સાધારણ સભામાં રૂ. 7.59કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

ગઢડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગઢડા (સ્વામીના) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું બજેટ રજૂ કરાયું
 • ખેડૂતલક્ષી વિકાસકાર્યો માટે 4.50 કરોડની ફાળવણી કરાઈ

ગઢડા ( સ્વામીના ) મુકામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા 24 માર્ચે પૂર્વ ચેરમેન અને વર્તમાન ડાયરેક્ટર કિરીટભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સાધારણ સભામાં આગામી વર્ષના બજેટનું આયોજન કરાતા સમિતિના ચેરમેન સુભાષભાઇ હુંબલ તથા વાઈસ ચેરમેન રજનીકાંતભાઈ રાજપરા તેમજ યાર્ડના ડિરેકટરોની ઉપસ્થિતિમાં રૂ. 7.59 કરોડની રકમનું રૂ.3.38 લાખની પુરાંત દર્શાવતુ વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું .

આ બજેટમાં સમિતિના મુખ્યયાર્ડ તથા સબયાર્ડ ઢસા ખાતે આગામી વર્ષમાં વિવિધ ખેડૂતલક્ષી વિકાસકાર્યો જેવા કે ખેડૂત ગેસ્ટહાઉસ , ખેડૂત માહિતી કેન્દ્ર , શોપિંગ સેન્ટર અને માલ સંગ્રહ ગોડાઉનો બનાવવા રૂ. 4.50 કરોડની ફાળવણી કરાઈ છે . તેમજ આ દરમિયાન માર્કેટયાર્ડની વિમા પોલીસી અંતર્ગત ગઢડા તાલુકાના શિયાનગર ગામના અકસ્માતે ગુજરનાર ખેડૂત ખાતેદારના વારસદારને મીટિંગમાં રૂ. 4 લાખના વીમા ચેકનું વિતરણ કરાયું હતુ .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો