તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગઢડામાં મોટાભાઇએ લાકડાનો ધોકો મારી નાનાભાઇની કરી હત્યા

ગઢડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગઢડા ખાતે માતા સાથે રહેતા નાનાભાઇને મોટાભાઇ કારણ વગર ગાળો દેતા હોય જેથી ગાળો દેવાની ના પાડતા મોટાભાઇએ ઉશ્કેરાઇ જઇ લાકડાના ફટકા મારી દેતા તેઓને ગંભીર હાલતે સારવાર્થે હોસ્પીટલમા ખસેડાયા હતા.જયા સારવાર દરમિયાન તેમનુ મોત નીપજતા બનાવ હત્યામા પરીણમ્યો હતો.બનાવ અંગે ગઢડા પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જસદણ ખાતે રહેતા અમરૂભાઇ દાદભાઇ ભીંસરીયા એ તેમના ભાઇ મંગળુભાઇ વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે તેઓ ચાર ભાઇઓ છે. અને પોતે હીરા ઘસવાનુ કામ કરે છે.પોતે સૌથો મોટાભાઇ છે.તેનાથી નાના રવુભાઇ અને તેનાથી નાના મંગળુભાઇ તથા સૌથી નાના કીશોરભાઇ છે.છેલ્લા બન્ને ભાઇઓ કુંવારા છે.આ બન્ને ભાઇઓ તેમના બા સાથે ગઢડામા રહે છે.

ગઇકાલ તા . 12-11-2020ના રોજ સાંજના છ એક વાગે તેઓ જસદણ હતા ત્યારે ગઢડાથી કોઇનો ફોન મારા મોબાઇલ માં આવેલ અને મને વાત કરેલ કે તમારા ભાઇ મંગળુ ભાઇએ નાના ભાઇ કિશોરભાઇ ને માર મારેલ છે અને કિશોરભાઇ ઇજાગ્રસ્ત હાલતમાં તમારા ઘરે પડેલ છે . તેમ વાત કરતા તેઓ તથા મારા ભાણાભાઈ મોટર સાયકલ લઇને જસદણ થી ગઢડા આવેલ અને ગઢડા આવતા માલુમ પડેલ કે મારા નાનાભાઈ કિશોરભાઇને આડોશી - પાડોશીના લોકો ગઢડા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયેલ છે . આ દરમિયાન ગઢડા સરકારી દવાખાને ગયા ત્યાં મારા ભાઇની સારવાર શરૂ હતી અને તેના પાડોશીઓ હાજર હતા. ઈજાગ્રસ્ત મૃતકના ડાબા હાથના બાવડા ઉ૫૨ તથા ડાબા પગના નળા ઉપર ઈજા થયેલ હતી .

તથા મોં માંથી દાંત તુટી ગયેલ હતો અને ડોક્ટર સાહેબે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે રીફર કરતા સરકારી એબ્યુલન્સમાં મારા ભાઇ કિશોરભાઇને સુવરાવી હું તથા મારા ભાણાભાઈ બન્ને ભાવનગર સર ટી . હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયેલ અને રસ્તામાં મે મારા ભાઇ કિશોરભાઇને બનાવ બાબતે પુછતા જણાવેલ કે સાંજના સાડા પાંચેક વાગ્યે ઘરે હતો તે વખતે મંગળુ ભાઇ પણ ઘરે હાજર હતા અને મને કારણ વગર ગાળો દેતા હતા. ઍટલે મે ગાળો દેવાની ના પાડતા ઘર પડેલ લાકડા વડે મને શરીરે આડેધડ માર મારી જતો રહેલ . આ દરમિયાન અમોએ કિશોરભાઇને સારવારમાં દાખલ કરેલ તે દરમ્યાન વહેલી સવારના ત્રણેક વાગે કિશોર ભાઇ સારવાર દરમ્યાન મરણ જતા કિશોરભાઇની લાશ અહીં ગઢડા સરકારી દવાખાને પી.એમ. માટે મુકાવેલ છે .

આ બનાવનું કારણ એવું છે કે મારા નાના ભાઇ મંગળુ ભાઇએ મારા અન્ય નાનાભાઈ કિશોરભાઇને કારણ વગર ગાળો આપતા કિશોરભાઇએ ગાળો આપવાની ના પાડતા મંગળુભાઇએ વધુ ઉશ્કેરાય ને લાકડુ લઇને કિશોરભાઇને આડેધડ માર મારી ડાબા હાથના બાવડા ઉપર તથા ડાબા પગના નળા ઉપર તથા મોં માં અંદરના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવેલ હોય ધોરણસરની ફરિયાદ કાર્યવાહી કરવા જણાવતાં ગઢડા પોલિસ દ્વારા આઈ.પી.સી. 302, 504 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો