તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગઢડામાં BSNLના ડબલા મુંગા થઇ જતા તંત્ર સામે બળાપો

ગઢડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેબલ કપાઇ જવાના બનાવથી ગ્રાહકોમાં રોષ
 • મોડી રાતથી બપોર સુધી નેટવર્ક ઠપ્પ થઇ જતા સરકારી તંત્ર સામે લોકોની નારાજગી

ગઢડા(સ્વામિના) બી.એસ.એન.એલ. નું નેટવર્ક ગત મોડી રાત્રિથી ઠપ્પ થઈ જતા બી.એસ.એન.એલ.ના કાર્ડ ધારકોના મોબાઈલ ઠપ્પ થઈ ગયા હતા. છાશવારે બી.એસ.એન.એલ.નું નેટવર્ક ખોરવાતા આજના ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં લોકો સરકારી તંત્રની બળદગાડા જેવી સર્વિસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.મુખ્યત્વે અવારનવાર બી.એસ.એન.એલ.ના કેબલ કપાઈ જવાના કારણે નેટવર્ક ખોરવાઈ જતું હોય છે.

ત્યારે કેબલ કપાવા માટે જવાબદાર સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નહી થવાના કારણે સરકારી તંત્ર ભગવાન ભરોસે અધ્ધરતાલ ચાલતું હોય તેવો અનુભવ લોકોને થઈ રહયો છે. મોડી રાત્રિથી બીજા દિવસે બપોર સુધી નેટવર્ક યથાવત નહી થવાની છાશવારે બનતી ઘટનાથી બી.એસ.એન.એલ.નાં ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ખાનગી કંપનીઓની સરખામણીએ સરકારી તંત્ર વામણું પૂરવાર થતા અનેક પ્રશ્નાર્થો સાથે ભારે ટીકા અસંતોષ ફેલાવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો