તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદાસ્પદ નિવેદન:ત્રેવડ હોય તો એન્કાઉન્ટર કરી નાખો, અસત્ય સામે આજીવન લડતા રહેશું : એસ.પી. સ્વામી

ગઢડા(સ્વામિના)9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગઢડા સ્વામિ.મંદિરના પૂર્વ કોઠારીને તડીપાર કરવા નોટિસ

ગઢડા(સ્વામિના) મુકામે ગોપીનાથજી દેવ મંદિરમાં ચાલી રહેલા દેવપક્ષ અને આચાર્ય પક્ષના વિવાદ બાદ હવે આચાર્ય પક્ષ અને પોલીસ તંત્ર વચ્ચે વિવાદ બહાર આવ્યો છે. જેમાં અગાઉ આચાર્ય પક્ષના એસ.પી. સ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર શા માટેના કરવા તેવી નોટીસ કલેક્ટર તરફથી આપી ખુલાસો કરવા મુદ્દે અનેક આક્ષેપો બાદ હાઈકોર્ટમાં અરજી કરાઇ છે.

ત્યારે હવે આચાર્ય પક્ષના અને પૂર્વ કોઠારી ઘનશ્યામપ્રસાદદાસજીને પણ 6 જિલ્લામાંથી તડીપાર શા માટે ન કરવાની નોટીસ ડે.કલેકટરે આપી ખુલાસો બચાવ કરવા માટે 8મી સુધીની મુદ્દત અપાઇ છે. ત્યારે આ બાબતે કો.ઘનશ્યામવલ્લભદાસજીએ પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે ખૂબ મોટી લાગવગો ના ઈશારે સરકારી તંત્રનો ઉપયોગ કરી યેનકેન પ્રકારે સંપ્રદાયની લડાઈમાં સિધ્ધાંતો નેવે મૂકી ષડયંત્રો રચાય છે.

પરંતું ત્રેવડ હોય તો અમારૂ એન્કાઉન્ટર કરી નાખજો, જીવતા હશુ ત્યાં કોઈ પણ‌ ધાક ધમકીને તાબે નહી થઇએ અને સંપ્રદાય-ધર્મકુળની લડાઈમાં સત્ય સાથે કાયમ લડત કરતા રહેશુ. તંત્રની કામગીરી સામે CBIને તપાસ સોંપવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો