તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગઢડા(સ્વામિના) શ્રી ગોપીનાથજી દેવ મંદિર માં ગત તા.6ના રોજ આચાર્ય પક્ષના રમેશભગતને ટ્રસ્ટ એકટ મુજબ ટ્રસ્ટીઓને મળતા વિટો પાવરનો ઉપયોગ કરી ચેરમેન જાહેર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આ પ્રકરણે મોડી રાત સુધી ધમધમાટ ચાલતા જિલ્લાનો પોલીસ કાફલો સિવિલ ડ્રેસમાં ખડકી દેવામાં આવ્યો હતો. આ બાબતે મોડી રાત સુધી કશ્મકશ અને ઉગ્ર વાતાવરણ જોવા મળ્યુ હતુ. તેમજ ડી.વાય.એસ.પી. નકુમ દ્વારા મંદિરની ઓફિસમાં પહોંચી આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન કરી ગાળો બોલી બળપ્રયોગ કરી પોતાના કાર્યક્ષેત્ર બહાર આચાર્ય પક્ષના નવા નિમાયેલા ચેરમેન સહિતનાને બહાર કાઢવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી પગલાં લેવાં માંગણી કરવામાં આવી છે. આ અનુસંધાને બીજા દિવસે દેવ પક્ષના 4 ટ્રસ્ટીઓની મિટિંગ યોજવામાં આવી હતી અને ચેરમેન તરીકે દેવપક્ષના હરિજીવનદાસજી યથાવત હોવાનું પ્રોસિડીગ કરવામાં આવ્યું હતુ. ત્યારે કાયદાકીય આંટીઘૂંટીની સમજણ મુદ્દે હરિભક્તોમાં અસમંજસ જોવા મળી રહી છે.
આ બાબતે બંને પક્ષ દ્વારા પોતાના ચેરમેન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમજ આ પ્રકરણે બીજા દિવસે મંદિરની ઓફિસમાં ચેરમેનની ખુરશી ઉપર દેવપક્ષના હરિજીવનદાસજી બેઠેલા જોવા મળ્યા હતા. આમ ગઢડા મંદિરમાં સત્તાનો કોયડો સામાન્ય લોકો માટે આંટીઘૂંટી સમાન બની ગયો છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે જ્યાં સુધી ટ્રસ્ટ દ્વારા થયેલી ચેરમેનની નિમણુંક ની પ્રક્રીયાને સક્ષમ ઓથોરિટી દ્વારા મંજૂરીની મહોર મારવામાં ન આવે ત્યાં સુધી આ મુદ્દો લોકોની સમજ બહાર રહેશે. આચાર્ય પક્ષે સ્કીમ કાયદા મુજબ પ્રક્રીયા કર્યાનો દાવો કર્યો છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.