તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ગઢડામાં ગોપીનાથજી મંદિરની લક્ષ્મીવાડીમાં મોટીબાના મંદિરનાં તાળાં તોડી ચોરી

ગઢડા(સ્વામીના)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાંદીનું છત્તર, ચોના-ચાંદીની ફોટો ફ્રેમની ચોરી થતાં પોલીસમાં અરજી

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમા આવેલ ગોપીનાથજી મંદિરની લક્ષ્મીવાડીમાં મોટીબાનુ મંદિર આવેલું છે ત્યાં ગત રાત્રીના કોઈ અજાણ્યા શખ્સોએ મોટીબાના મંદિરના દરવાજાના તાળા તોડી અંદર રહેલી તિજોરીમાંથી ચાદીનુ છત્રર જેની કિંમત આશરે 1500 તેમજ મોટીબાના ફોટાની ચાદી તેમજ સોનાના અરક વાળી ફ્રેમ જેની કિંમત આશરે 1500 તેમજ ત્યાં રહેલા ઘરમાદાની પેટી તોડી તેમ રહેલા આશરે 300 રૂપિયાનુ પરચુરણ મળી કુલ આશરે 3300ની ચોરી કરી શખ્સો ફરાર થઈ ગયા હતા.

જે બાબતની તૈયા વહેલી સવારે મોટીબાના મંદિરમાં સેવા પૂજા કરતા સાંખયયોગી બહેન આવેલા અને તેને ચોરી થયાની ખબર પડતા તેઓએ પોલીસને બનાવ અંગેની જાણ કરતા બોટાદ એલસીબી, એસઓજી ગઢડા પોલીસ મોટીબાના મંદિર પહોચી તપાસ હાથ ઘરી હતી.

જયારે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલ આ બાબતે પોલીસ ફરીયાદ નોધાઈ નથી પરંતુ અરજી થયેલ છે. મંદિરમાં ચોરી થતાં પંથકમાં ચકચાર મચી છે. સાથે ઝડપથી ચોરને ઝડપી લઇ ચોરીમાં ગયેલી વસ્તુઓ પાછી મેળવાય તેવી માગ ઉઠી છે. બોટાદ પંથકમાં તસ્કરોએ સક્રિય બની મંદિરને નિશાન બનાવ્યા છે. ગઢડામાં પ્રાચીન મંદિરમાં ચોરી થતાં નાગરિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...