ઉપવાસ:ગઢડા (સ્વામિ.) નગરપાલિકામાં ગેરવહીવટના આક્ષેપ સાથે કોંગ્રેસના પ્રતિક ઉપવાસ, ધરણા

ગઢડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાયાની સુવિધાઓ પૂરી પાડવા અને ઘેલો નદીના શુદ્ધિકરણનીમાગ

ગઢડા(સ્વામિના) શહેરમાં નગરપાલિકામાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ તાત્કાલિક ધોરણે મળી રહે તેવી માગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલીયા તથા કાર્યકરો દ્વારા એક દિવસ માટે નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગઢડાના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓના અભાવની ફરિયાદ છે. જેમાં લાખોના ખર્ચે વસાવાયેલા વાહનો ભંગાર હાલતમાં હોવાનો, પવિત્ર ઘેલો નદીમાં ગટરના પાણી ભળી જવાના કારણે તે અપવિત્ર થઈ રહી હોવાથી શુદ્ધિકરણ કરવાની, સમગ્ર નદીના પટમાં જલકુંભી જેવી ગીચ વનસ્પતિ ઉગી નીકળતા નદીની સફાઈ કરવાનો અને ઉંડી ઉતારવાનો તેમજ ઘેલો નદીમાં લાખોના ખર્ચે બનાવેલું સ્મશાન પણ ખંડેર હાલતમાં હોવાનો સમાવેશ થાય છે. તે સિવાય લાખોના ખર્ચે બનાવેલું શાકમાર્કેટ બિનઉપયોગી અને ધૂળ ખાતું હોવાની, પાણીની પાઈપલાઈનમાં ભંગાણની, ગટરના ઢાંકણા તૂટેલા હોવાની, રમતગમતના સાધનો બંધ હોવાની, બાંકડાઓની, સ્ટ્રીટ લાઈટોની, રસ્તાઓની ખરાબ હાલત જેવી અનેક સમસ્યાઓ છે. આમ સમસ્યાથી ઘેરાયેલા શહેરમાં નગરપાલિકાના અણઘડ તંત્ર સામે કોંગ્રેસ તરફથી વિરોધ કરી તાત્કાલિક લોકોની જરૂરિયાત પૂરી પાડવા માટે માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...