તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ગઢડા ગોપીનાથજી મંદિરમાં દેવ પક્ષના ચેરમેનને હટાવી આચાર્ય પક્ષના રમેશ ભગતની ચેરમેન પદે નિમણૂક કરાઈ

ભાવનગર5 મહિનો પહેલા
રમેશ ભગતની ચેરમેન પદે નિમણૂક કરાઈ - Divya Bhaskar
રમેશ ભગતની ચેરમેન પદે નિમણૂક કરાઈ
  • ચૂંટણી દરમિયાન દેવપક્ષ સત્તા પર આવ્યું હતું

ગઢડા ગોપીનાથજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હટાવી આચાર્ય પક્ષના રમેશ ભગતને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામીએ જણાવ્યું કે આજે મળેલ મીટિંગમાં બહુમતીથી હરજીવન સ્વામીને ચેરમેન પદેથી હટાવીને રમેશ ભગતને ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે. ફરીવાર આચાર્ય પક્ષ સત્તા પર આવ્યો છે. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં સત્તા પરિવર્તન થયું છે. ચૂંટણી દરમિયાન દેવ પક્ષ સત્તા પર આવ્યું હતું.

22મી નવેમ્બરના રોજ જનરલ મીટિંગનું આયોજન કરવાનું હતું
ચેરિટી કમિશનરની જોગવાઈ મુજબ એજન્ડા બહાર પડ્યા હતાં, પણ મીટિંગ થઈ હતી નઈ. 14 દિવસમાં મીટીંગ કરવાની હતી. જે મીટિંગ ન થતાં ચેરિટી કમિશનરની જોગવાઈ મુજબ આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓએ ઠરાવ પસાર કરી ચેરમેન તરીકે રમેશ ભગતની નિમણૂક કરી છે. જેથી ફરીવાર આચાર્ય પક્ષ સત્તા પર આવ્યો છે.

ભૂતકાળમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે લાંબા સમય સુધી કોર્ટ મેટર ચાલી હતી
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની ચૂંટણી યોજવા માટે ભૂતકાળમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે લાંબા સમય સુધી કોર્ટ મેટર ચાલી હતી. અંતે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આચાર્ય પક્ષના હાથમાંથી સત્તા સરકી ગઈ હતી અને દેવ પક્ષના હાથમાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની સત્તા આવી ગઈ હતી. ત્યારે ચૂંટાયેલા દેવ પક્ષના હરજીવન સ્વામી ચેરમેન પદે બિરાજમાન હતાં. આજે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓએ ઠરાવ પસાર કરીને ચેરમેન પદે રમેશ ભગતની નિમણૂક કરી અને ફરી આચાર્ય પક્ષના હાથમાં સત્તા આવી ગઈ છે.

(ભરત વ્યાસ-ભાવનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો