આયોજન:ગઢડા તાલુકાની યુવા ઉત્સવ સ્પર્ધા ઉગામેડીમાં યોજાશે

ગઢડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના કલાકાર યુવક યુવતીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા અને તેના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશ્ય સાથે જિલ્લાકક્ષા તથા તાલુકા કક્ષાએ યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, અને સરદાર પટેલ વિદ્યાલય – ઉગામેડીના સંયુક્ત ઉપક્રમે આગામી તાલુકા કક્ષાએ યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે.

આ યુવા ઉત્સવ સ્પર્ધામાં અભ્યાસ કરતા હોય અથવા અભ્યાસ ના કરતા હોય તેવા તમામ ઉંમર વર્ષ 15થી 29ની વય ઘરાવતા કોઈપણ યુવક-યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. જેમાં અ વિભાગ, બ વિભાગ અને ખુલ્લા વિભાગ મળીને જુદી-જુદી વકતૃત્વ સ્પર્ધા (ગુજ.-હિન્દી), નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગજલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા, છંદ,ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કામગીરી,ચિત્ર કળા, લગ્ન ગીત, હળવું કઠીય સંગીત, ભજન, લોકવાદ્ય સંગીત, સમૂહગીત,અને એક પાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...