તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનની ચીમકી:મુંદ્રામાં યુવાનના કસ્ટોડિયલ ડેથના ગઢડામાં પડઘા પડ્યા, બાઈક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું

ગઢડા (સ્વામીના)17 દિવસ પહેલા
 • કૉપી લિંક
સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. - Divya Bhaskar
સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કચ્છના મુંદ્રામાં ગઢવી યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલના પડઘા બોટાદ જિલ્લામાં પડ્યા છે. ગઢડા તાલુકાના ચારણ ગઢવી સમાજ અને કાઠીક્ષત્રીય સમાજ દ્વારા બાઈક રેલી યોજી ગઢડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કસુરવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. ઉપરાંત આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

કચ્છના મુંદ્રા તાલુકામાં ગઢવી સમાજના 2 યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મારતા બંને યુવાનોને હોસ્પિટલ ખસેડાયા હતા. જયા બંને યુવાનોના અલગ અલગ દિવસોમાં મોત નિપજવાની ઘટનાથી ગઢવી સમાજમાં રોષ ફેલાયો છે. જેના પ્રત્યાઘાત રૂપે ગઢડા તાલુકાના ચારણ ગઢવી સમાજ તેમજ કાઠીક્ષત્રીય સમાજ દ્વારા ગઢડા બસ સ્ટેન્ડ રોડથી મામલતદાર કચેરી સુધી બાઈક રેલી યોજી ગઢડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

તેમજ પોલીસ દ્વારા ગઢવી સમાજના યુવાનો પર અત્યાચાર ગુજારી બંને યુવાનોને ઢોરમાર મારી મોત નીપજાવવાના આક્ષેપ મુદ્દે કસુરવાર પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ જો ન્યાય નહિ મળે તો આવતા દિવસોમાં સમગ્ર રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. તેમ ગઢવી સમાજ તેમજ કાઠી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો