સુવિધાથી વંચિત શહેર:ગઢડા(સ્વામીના)માં વર્ષો પહેલાં બંધ થયેલી રેલવે સુવિધા શરૂ કરવા માગ

ગઢડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશન જર્જરિત હાલતમાં છે. - Divya Bhaskar
રેલવે સ્ટેશન જર્જરિત હાલતમાં છે.
  • ધાર્મિક ક્ષેત્રે વિશ્વના ફલક પર સ્થાન ધરાવતું ગઢડા શહેર સુવિધાથી વંચિત
  • સાપ ગયો પણ લીસોટા રૂપ રેલવે ટ્રેક માટેની જૂની જગ્યા હજુ યથાવત્

ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ અને હજારો લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. તેમજ બોટાદ જિલ્લામાં સૌથી વધુ ૭૮ ગામડા ધરાવતો મોટો તાલુકો પણ ગઢડા છે. પરંતુ ગઢડા શહેર અને તાલુકા મથક ને અનુરૂપ વિકાસથી હજુ સુધી વંચિત રહેવા પામેલ છે. ખાસ કરીને પરિવહન ક્ષેત્રે અતિ પછાત વ્યવસ્થા હોય ગઢડા માં રેલવે શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

ગત 1972 સુધી ગઢડા શહેરમાં નિગાળા સ્ટેશન સુધી રેલ્વે શરૂ હતી. ત્યાર બાદ રેલવે બંધ થતાં આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી. ત્યારે 1972 માં સ્થાનીક આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર ને અનેક વાર રજુઆત પણ કરવામાં આવી હતી ત્યારે સમયને અનુરૂપ પુનઃ લોક માંગ ઉઠવા પામી છે. ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ પ્રસિદ્ધ મુખ્ય બે મંદિરો આવેલ છે.

તેમજ સંપ્રદાય નું મુખ્ય તીર્થ ધામ એટલે ગઢડા શહેર. ગઢડા થી ઢસા જંકશન માત્ર 21 કિલોમીટર થાય છે ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે અને ગઢડા થી બોટાદ પણ 25 કિલોમીટર થાય છે. ત્યાં પણ રેલેવ જંકશન છે ત્યારે જો ગઢડા શહેરમાં સાપ ગયો પણ લીસોટા રહ્યા જેવી પરિસ્થિતિમાં હાલમાં ગઢડા થી નિગાળા સુધી રેલ્વે ના કબ્જા માં રહેલી રેલ્વે ટ્રેક ની જગ્યામાં ડિપાર્ટમેન્ટ તરફથી નવા એસ્ટીમેન્ટ બનાવી બંધ પડેલું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...