કોરોના સંક્રમણ:બોટાદ જિલ્લા કલેક્ટર કોરોના પોઝિટિવ

બોટાદ, ગઢડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડામાં ધર્મકુળ પ્રેરિત શાકોત્સવ તથા સભાઓ મોકૂફ રાખવાનો નિર્ણય
  • કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને સભા મોકૂફીનો નિર્ણય લેવાયો

બોટાદમાં તા.7/1/22ના રોજ 924 કોરોનાનાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બોટાદ કલેક્ટર બીજલ શાહનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવ્યો છે. બોટાદ જિલ્લામાં હાલમાં બે કેસ કોરોના પોઝીટીવ એક્ટિવ છે. જિલ્લામાં કેસ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં પણ હવે કોરોના એન્ટ્રી કરી રહ્યો છે. 8 માસ બાદ બુધવારે એક સગીરા પોઝિટિવ થયા બાદ શુક્રવારે ફરીથી અન્ય એક કેસ પોઝિટિવ આવ્યો છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ ગાદીના પ.પુ.ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના આગામી મોટા કાર્યક્રમો હાલ મોકૂફ રાખવા ભક્તોને ભલામણ કરવામાં આવી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર રોગ આદિક આપત્તિ કાળમાં પોતાનું અને પારકાનું રક્ષણ થાય તેમ વર્તવું.

જેના અનુસંધાને હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં વડતાલ દેશ, ગઢડા દેશ અને જુનાગઢ દેશમાં પ.પુ.ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની નિશ્રામાં યોજાનાર શાકોત્સવો તથા સભાઓના કાર્યક્રમો હાલ મોકુફ રાખવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને જણાવ્યું છે. આ અંતર્ગત ગઢડા મુકામે આગામી તા. 9-1-22ના રોજ રામવાડી ખાતે યોજાનાર ભવ્ય શાકોત્સવ પણ હાલ મોકુફ રાખવા નો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેની દરેક હરિભક્તોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...